અમરેલી શહેરનો વ્યાપ વધ્યો છે, અમરેલી શહેરનો વિસ્તાર વધ્યો છે ત્યારે અમરેલી શહેરમાં પીજીવીસીએલમાં સ્ટાફ ઘણો જ ઓછો છે, જેના કારણે અમરેલી શહેરમાં અવાર–નવાર વીજળીના ફોલ્ટ સર્જાતા રીપેરીંગમાં ઘણો લાંબો સમય પસાઈ ગઈ જાય છે, અમરેલી શહેરના વેપારી,ગુહિણીઓ, ગરીબ,મધ્યમવર્ગ અને અમરેલી શહેરની મોટી હોસ્પિટલોમાં દર્દીઓને, ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, હાલ અમરેલી શહેરમાં ઘણા વિસ્તારમાં માંગવાપાળ સબ સ્ટેશનમાંથી વીજ પુરવઠો મળે છે, જે વીજ પુરવઠો ઘણો દુરથી મળતો હોઈ અવાર–નવાર ફોલ્ટ સર્જાય છે અને સ્ટાફ ઓછો હોવાથી રીપેરીંગમાં પણ ઘણો સમય પસાર થઈ જાય છે,અને ૧% ફોલ્ટથી ૪૦૦ થી પ૦૦ ફોલ્ટ રીપેરીંગ કરવા પડે છે, આ પ્રશ્નના નિરાકરણ માટે અમરેલી શહેર નજીકના વિસ્તારમાં નવું ૬૬ કે.વી. સબ સ્ટેશન ઉભું કરવા તથા નવુ સબ ડીવીઝન બનાવવાની ધારદાર રજુઆત અમરેલીના ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણીએ કરી છે.અને આગામી વિધાનસભામાં આ પ્રશ્નની રજુઆત કરીને લોકોની સમસ્યા દુર કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે.
Recent Comments