થઈ મોંઘવારી હવે ડાકણ કોને કોને ભરખી જશે? ઈશ્ર્વર જાણે..!!

સાવરકુંડલા શહેરમાં પણ આ શાકભાજીમાં ટામેટાં મોંઘા તો ડુંગળી કહે વળી મારો વાંક શો? ગુવાર પણ મોંઘવારીનાં ચક્કરમાં ફસાયો.. કોથમીર જેવી દૈનિક મસાલા તરીકે વપરાતી ચીજ પણ મોંઘવારીનાં ખપ્પરમાં. કહે છે કે હવે આમ તો ચોમાસાએ વિદાય લીધી છે. વાતાવરણમાં પણ રાતે ઠંડીનો ચમકારો જોવા મળે છે. ત્યારે હવે તો શાકભાજી સસ્તા થવા જોઈએ.. પણ આ મોંઘવારીનું મહા દર્દ હવે શાકભાજીને પણ ક્યાં છોડે છે. લોકો તો વ્યંગમાં એવું કહેતાં સાંભળવા મળે છે કે હવે આ શાકભાજીને પણ મોંઘવારીનું ઇન્ફેક્શન (ચેપ) લાગી ગયું હોય તેવું લાગે છે. આમ જનતાને હવે પૂરતાં પ્રમાણમાં શાકભાજી પણ ખાવા નસીબ નથી.. ખરેખર કેવાં પ્રગતિશીલ દિવસો છે
સાવરકુંડલા.
બિપીન પાંધી
Recent Comments