ગુજરાત

થરાદનાં સણાવિયા ગામે સાસરિયાઓએ જમાઇની હત્યા કરી

બનાસકાંઠાના થરાદના સણાવિયા ગામમાં જમાઇની હત્યા કરી દેવામાં આવી હતી. સાળીની સગાઇના મનદુઃખમાં સાસરિયા પક્ષના લોકોએ જ યુવકની ર્નિમમ હત્યા કરી હતી. બનાવની વાત કરીએ તો સણાવિયા ગામમાં ઘર જમાઇ તરીકે રહેતા અમૃત પટેલના ભાઇ સાથે તેની સાળીની સગાઇ કરવામાં આવી હતી. જેના મનદુઃખમાં સાસરિયા પક્ષના લોકો ઉશ્કેરાયા હતા અને જમાઇની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ર્નિમમ હત્યા કરી હતી. મળતી માહિતી મુજબ ગત ૯ જૂનના રોજ હત્યાને અંજામ અપાયો હતો. મૃતક મૂળ દિયોદરના રામપુર ગામનો વતની હતો અને છેલ્લા સાત વર્ષથી પોતાની પત્ની અને બાળકો સાથે સણાવિયા ગામમાં ઘર જમાઇ તરીકે રહેતો હતો. સમગ્ર બનાવ અંગે મૃતકની પત્નીએ પિયરપક્ષના મહાદેવ ચૌધરી સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts