બનાસકાંઠા એલસીબીની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરતાં મળેલી બાતમીના આધારે રાજસ્થાન તરફથી દારૂ અને બિયરની લઈ આવતી એક કાર પકડાઈ હતી. જેમાં બે શખ્સ સાથે મુદ્દામાલને જપ્ત કરવામાં આવ્યો અને અન્ય બે શખ્સ જે દારૂની હેરાફેરી તેમજ જથ્થો રાખવા બદલ પકડી ગુનો નોંધવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા એલસીબીની ટીમ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મિયાલ ગામના પાટિયા નજીકથી બાતમીના આધારે રાજસ્થાન તરફથી એક દારૂ ભરેલી એક્સ.યુ.વી કારને રોકાવી તેમાં તપાસ કરતાં કારમાં દારૂ અને બિયરની કુલ બોટલો ટીન નંગ ૨૪૦ કુલ કિ.રૂ.૭૮,૭૮૦ અને એક્સ.યુ.વી.ગાડી અને મોબાઈલ સહિત કુલ કિ.રૂ.૫,૮૮,૭૮૦ના મુદ્દામાલ સાથે રામારામ રડમલરામ દેવાસી અને રમેશકુમાર કિરતારામ જાટ બંને રાજસ્થાનના રહેવાસીને પકડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે અન્ય જગદીશ સોનારામ જાટ રહેવાસી સીણધી રાજસ્થાનવાળાએ દારૂનો જથ્થો ભરાવ્યો હતો અને રામલાલએ દારૂનો જથ્થો મંગાવી એની હેરાફેરી કરી ગુજરાતમાં વેંચાણ કરતાં હતા. તેથી ચારેય ઈસમો વિરૂદ્ધમાં થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
થરાદના મિયાલ ગામ પાસેથી દારૂ ભરેલી એક્સયુવી કાર સાથે ૨ શખ્ખોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

Recent Comments