થરાદમાં રહેતી પરિણીત મહિલાએ પરિણીત યુવક સામે બળજબરીપુર્વક દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથે થરાદના મદદનીશ પોલીસ અધિક્ષક પુજા યાદવ સમક્ષ લેખિતમાં રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે ‘પરિણીત યુવક તેણીના ફોટો માંગી હેરાન કરે છે. જાેકે તેણીએ વિરોધ કરતાં થોડો સમય હેરાન કરવાનું મુકી દીધા બાદ બાજુમાં રહેતી અન્ય યુવતીએ તેણીના મોં પર રૂમાલ ભરાવતાં તેણી બેભાન થઇ ગયા પછી તેણીના ઘરમાં સુતેલી હતી. જાે કે ત્યાર બાદ ફરીથી શખસે તેણીને આંતરીમોબાઈલમાંથી બંનેનો અંગત પળોનો વિડીયો પણ બતાવ્યો હતો. ઇજ્જતના ડરથી તેની કોઈને વાત કરી ન શકતાં ફરીથી યુવતી તેણીને તેના ઘરે લઇ જઇ રૂમમાં પુરીને દરવાજાે બંધ કરી દેતાં હવસખોરે તેનો વિડીયો વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું હતું. પતિને વાત કરતાં તે ઠપકો આપવા જતાં તેના પર હુમલો કરતાં લેખિત ફરિયાદ કરવા આવી હતી.થરાદ શહેરી વિસ્તારની એક પરિણિત મહિલાએ એક પરિણીત યુવક તેની માસી સાથે મળીને શારિરીક શોષણ કરી ધમકીઓ આપતો હોવાની ચોંકાવનારી ફરિયાદ મદદનીશ એએસપીની કચેરીમાં કરી હતી.
થરાદમાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું


















Recent Comments