બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. થરાદના ખોડા ચેકપોસ્ટ નજીક આ ઘટના સર્જાઈ હતી. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બંને ટ્રક આગમાં લપેટાઈ ગઈ હતી. આગમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાના સમાચાર છે. ઘટનાને પગલે સ્થાનિક થરાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક લોકો બચાવ માટે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થાનિકોએ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો. અકસ્માતને લઈ ટ્રકના કેબિનમાં ત્રણ લોકો ફસાઈ જવા પામ્યા હતા. જેમાંથી એકને સ્થાનિકોએ બહાર નિકાળ્યો હતો. જ્યારે બે લોકો ટ્રકના કેબિનમાં જ આગને લઈ મોતને ભેટ્યા હતા. ઘટનાને લઈ થરાદ પોલીસે તપાસ શરુ કરી હતી.
થરાદ નજીક ૨ ટ્રક વચ્ચે અકસ્માત બાદ આગ, બેના મોત, એકનો આબાદ બચાવ

Recent Comments