થરાદ ખોડા પોલીસ ચેકપોસ્ટ પર એક દારૂ ભરી ટ્રેલર ગુજરાતમાં પ્રવેસે તે પહેલાં થરાદ પોલીસ ઝડપી પાડ્યું છે. ટ્રેલરમાં કુલ ૪૩૨૦ જેટલી દારૂની બોટલો જેની કિંમત ૧૬ લાખ ૨૦ હજાર કરતા વધુનો દારૂ ઝડપી થરાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. થરાદ પોલીસને ખોડા બોર્ડર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ દરમિયાન એક શંકાસ્પદ ટ્રેલર લાગતા તેને રોકાવી ચેક કરતા ટ્રેલરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો. પોલીસે ટ્રેલર નંબર (ઁમ્-૦૫-છમ્-૩૩૨૦)માંથી ૧૬ લાખ ૨૦ હજારનો દારૂ તથા અન્ય ગાડી સહિતનો કુલ મુદ્દામાલ પોલીસે કબજે લઈ જે ટ્રેલર ચાલક વકિલસિંગ પાલસિંગ જાટ શીખ (દીલાવરપુર તા.ખડુર પંજાબવાળા)તેમજ દારૂ ભરાવનાર હરપ્રિતસિંગ રણજીતસિંગ જટ શીખ રહે. (કાશીરામ કોલોની ફઝલકા પંજાબ) તેમજ સુનિલ રાવ (રહે. રાજસ્થાન પંજાબ બોર્ડર પાસે રાજપુરાવાળા) વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
થરાદ પોલીસે ખોડા બોર્ડર પરથી વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપ્યું, એકની ધરપકડ

Recent Comments