ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીને લઇ ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં બનાસકાંઠાના થરાદ વિધાનસભાની ટિકિટ શંકર ચૌધરીને આપતા તેમના સમર્થકોમાં ખુશી જાેવા મળી રહી છે. ટિકિટનું નામ જાહેર થતા શંકર ચૌધરી થરાદ એપીએમસી બનાસકાંઠા જિલ્લા ભાજપ સાંસદ પરબત પટેલને મળવા પહોંચ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં શંકર ચૌધરીના સમર્થકોએ એપીએમસીમાં પહોંચી તેમણે વધાવ્યાં હતા. શંકર ચૌધરીનું વાવ વિધાનસભામાં નામ ચાલી રહ્યું હતું. જાેકે, છેલ્લી ક્ષણોમાં શંકર ચૌધરીને થરાદ વિધાનસભા બેઠક પરથી નામ જાહેર થયું હતું.
શંકર ચૌધરી એ જણાવ્યું હતું કે, વિકાસ એ મુખ્ય મુદ્દો છે. અમે વિકાસના મુદ્દા પર આગળ વધીશું. અહીંયા કેટલાક વિસ્તારોમાં નર્મદાનું પાણી પહોંચ્યું ત્યાં કૃષિની અંદર એક ક્રાંતિ આવી છે. ભારત સરકારની સિંચાઈની જે કમિટી છે. તેમાં ચેરમેન અમારા સાંસદ પરબત છે. સૌથી પહેલી પ્રાથમિકતા સિંચાઈનું પાણી જે ગામડાની અંદર નથી પહોંચ્યું, ત્યાં પહોંચાડવાનું છે. તેમજ સમય મર્યાદમાં અહીંયા રોજગારી માટેની વ્યવસ્થાઓ ઉભી કરવી છે.
Recent Comments