થરાદ-સાચોર હાઇવે પર ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
થરાદ સાચોર હાઇવે પર સાંજે ટ્રક અને સ્કોર્પિયો ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે પર પસાર થતા નાના મોટા વાહનોની કતારો લાગતાં હાઇવે પર ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. સિક્સ લાઇન કામગીરી ચાલતી હોવાથી હાઇવે પર અવર જવર થઈ રહેલાં વાહનો માટે મુસીબત ઉભી થઈ છે. જેમાં સાંજે રાજસ્થાનના સાચોર તરફથી થરાદ તરફ જતી જાણદી ગામના પાટિયા નજીક હાઇવે પર પસાર થઈ રહેલી મોટી ટ્રકના પાછળના ભાગે સ્કોર્પિયો ગાડી ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કોર્પિયો ગાડીને આગળના ભાગે નુકશાન થવા પામ્યું હતું.
જેમાં ગાડીમાં સવાર લોકોને સદનસીબ કોઈપણ પ્રકારની જાનહાની થવા પામી નથી. પરંતુ બંને વાહનો વચ્ચે અકસ્માત સર્જાતાં હાઇવે પર ટ્રાફિક સર્જાયું હતું. જેમાં ધીમી ગતિએ એક સાઈડથી વાહન ચાલકોએ પોતાના વાહનો પસાર કરતાં થોડો સમય બાદ વાહનોની અવરજવર શરૂ થઈ જવા પામી હતી. સ્કોર્પિયો ગાડીના ચાલકની બેદરકારીના કારણે આગળ જતી ટ્રકના પાછળના ભાગે ગાડી ઘુસી જતાં એન્જીનના ભાગે ગાડીને નુકશાન થવા પામ્યું હતું. જેમાં આરટીઓ રજિસ્ટ્રેશન થયેલ નહીં હોવાના કારણે સ્કોર્પિયો ગાડીના ચાલકે પોલીસ કેશ કરવાનું ટાળી ઇન્શ્યોરન્સ કંપનીને જાણ કરવામાં આવી છે. તેવું સ્કોર્પિયો ગાડી તરફથી જાણવા મળી રહ્યું હતું.
Recent Comments