થાઇલેન્ડમાં બન્યું સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિર
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૮૪માં થાઇલેન્ડના પ્રવાસમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જે મહંત સ્વામીએ પૂરો કર્યો
પ્રમુખસ્વામી મહારાજે ૧૯૮૪માં થાઇલેન્ડના પ્રવાસમાં બેંગકોકમાં મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો હતો, જે મહંત સ્વામીએ પૂરો કર્યો છે. આના પગલે થાઇલેન્ડમાં સ્વામિનારાયણ મંદિરમાં નવું સ્વામિનારાયણ મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. તેની પ્રાણપ્રતિષ્ઠા ઇશ્વરચરણ સ્વામી અને અન્ય સંતો દ્વારા ગત ગુરુપૂણિર્માના દિવસે કરવામાં આવી હતી. મ્છઁજીના અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું કે, થાઈલેન્ડમાં મંદિર હમણાં જ પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી અને વિવેક સાગર સ્વામી ગત ગુરુપૂણિર્માના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે ગયા હતા. બેંગકોકના સત્સંગીઓને ઘણા સમયથી ઈચ્છા હતી કે અહીં એક મંદિર બનાવવું છે અને પ્રમુખસ્વામી મહારાજ જે પણ સંકલ્પ કર્યો અને આ સંકલ્પને મહંત સ્વામી મહારાજએ પૂરો કર્યો અને ત્યાં સરસ ૬ માળનું મંદિર થઈ ગયું છે. આ મંદિર આપણી પરંપરાગત ભારતીય સ્થાપત્ય શૈલી પ્રમાણે પણ બનાવ્યું છે.
ગત ૨૮ એપ્રિલ ૨૦૨૪ના રોજ સારંગપુરમાં, મહંત સ્વામી મહારાજે બેંગકોક મંદિર માટે મૂતિર્ઓનો વૈદિક અભિષેક કર્યો હતો. આ પછી ૧૮મી જુલાઈએ ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા અક્ષર-પુરુષોત્તમ મહારાજની સહિત અન્ય ભગવાનની મૂતિર્ઓનું વૈદિક પૂજન કરવામાં આવ્યું હતું. થાઈલેન્ડના બેન્ગકોકમાં નવનિમિર્ત સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ૧૫૦થી વધુ ભક્તોની હાજરીમાં ઈશ્વરચરણદાસ સ્વામીની હાજરીમાં પ્રથમ વખત નવા પરિસરમાં પ્રવેશવાની વિધિ થઈ હતી. થાઈલેન્ડમાં વર્ષ ૧૯૮૪માં પ્રમુખ સ્વામીની મુલાકાત દરમિયાન સતસંગ પ્રવૃતિની શરૂઆત થઈ હતી. આ પછી પ્રમુખ સ્વામીએ વર્ષ ૧૯૯૬માં ફરી થાઈલેન્ડની મુલાકાત કરી હતી.
આ પછી મ્છઁજીના સંતો દ્વારા નિયમિત મુલાકાતથી અહીં મોટી સંખ્યામાં સત્સંગ પ્રવૃતિઓમાં વધારો થયો હતો. આમ મહંત સ્વામી મહારાજે મંદિર બનાવવા માટે વર્ષ ૨૦૧૮માં હરિભક્તોને આશીર્વાદ આપ્યા હતાં. આ પછી મંદિર માટે યોગ્ય જમીન મળી ગઈ અને એ પછી મંદિરની ડિઝાઈન બનાવવામાં આવી હતી. કોવિડ-૧૯ના સમયગાળા દરમિયાન ભક્તો દ્વારા શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. ર્ઝ્રંફૈંડ્ઢ-૧૯ પ્રતિબંધો હટાવ્યા પછી મંદિર નિર્માણનું કાર્ય શરૂ કરાયું હતું. ઈશ્વરચરણદાસ સ્વામીના માર્ગદર્શનથી, સુરેનભાઈ પટેલ, મયુરભાઈ દેસાઈ અને બેંગકોકના હરિભક્તોના પ્રયાસો અને બ્રહ્મચરણદાસ સ્વામી અને તેમની ટીમના પરિશ્રમથી ટૂંક સમયમાં સુંદર આ મંદિરનું નિર્માણ થયું હતું.
બેંગકોંકમાં બનેલ મંદિર બાબતે અક્ષરવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, આ મંદિરનું કન્ટ્રક્શન એકથી દોઢ વર્ષમાં પૂર્ણ કરાયું છે. મંદિરમાં ભોજનાલય, સંત આશ્રમ, સભા ગૃહ, બાળ-યુવા અને મહિલા એક્ટિવિટીના સભા ગૃહો તથા પ્રસાદ ગૃહ છે. આ ઉપરાંત મુખ્ય મંદિરમાં ભગવાનની મૂતિર્ઓ અને અભિષેક મંડપમ્ છે. આ મંદિરની બહાર જે કોતરણી કરેલા પથ્થર છે. આ મંદિર બનાવતી વખતે, ૫૦ જેટલા હરિભક્તો અને ત્યાંના સ્વયંસેવકો આ કાર્યમાં જોડાયેલા હતા.
Recent Comments