મુરાદ ખેતાની અને ટી સીરીઝના ભૂષણ કુમારની ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે. સાઉથની ફિલ્મ થાડમની હિંદી રીમેક બનવાની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મ સાથે ઘણા સિતારાઓના નામ જાેડાયા હતા. પરંતુ થોડા સમયથી આદિત્ય રોય કપૂર આ ફિલ્મમાં કામ કરવાનો છે એ ફાઇનલ થઇ ગયું છે. થોડા સમય પહેલા આ ફિલ્મની લીડ અભિનેત્રી તરીકે મૃણાલ ઠાકુરનું નામ ચર્ચામાં હતું. હવે તે પણ આ ફિલ્મમાં આદિત્ય સાથે રોમાન્સ કરતી જાેવા મળવાની હોવાના રિપોર્ટ છે. તમિલમાં આ ફિલ્મ સુપરહિટ નીવડી હતી. સ્વયં મૃણાલે ટિ્વટર પર ટ્વીટ કરીને શેર કર્યું છે. તેણે આદિત્ય સાથેની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, આ સ્પર્ધાનો સમય છે, આદિત્ય તમે તૈયાર છો ? થાડમની હિંદી રીમેકમાં હું કામ કરવા માટે સુપર એકસાઇટેડ છું.
થાડમની હિંદી રીમેકમાં હું કામ કરવા માટે સુપર એકસાઇટેડ છું: મૃણાલ ઠાકુર

Recent Comments