મહારાષ્ટ્ર ના થાણેમાં એક શર્મનાક બનાવ બનવા પામ્યો હતો જેમાં, વળગાડના આડમાં મહિલા પર તાંત્રિકે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પોલીસે નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે ઘરેલું સમસ્યાઓ ઉકેલવાના બહાને એક મહિલા પર વારંવાર બળાત્કાર ગુજારવા બદલ ૫૫ વર્ષીય તાંત્રિકની ધરપકડ કરી છે. પોલીસે શુક્રવારે આ જાણકારી આપી. એક અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે પોલીસે બુધવારે આરોપી સંતોષ પોદ્દાર ઉર્ફે વિનોદ પંડિતની મીરા રોડના શાંતિ નગર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. તેણે જણાવ્યું કે તેણે તાંત્રિક હોવાનો દાવો કર્યો હતો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ફેસબુક’ પર જાહેરાતો પણ આપી હતી.
પીડિત મહિલાએ કેટલીક ઘરેલું સમસ્યાઓના નિરાકરણ માટે પોદ્દારનો સંપર્ક કર્યો હતો, પરંતુ આરોપીએ સમસ્યા ઉકેલવાના બહાને તેની સાથે ઘણી વખત દુષ્કર્મ આચર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આરોપીઓએ તેનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની ધમકી આપી હતી. અધિકારીએ કહ્યું કે ઉત્પીડનથી નારાજ થઈને મહિલાએ આ મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે આરોપીએ અન્ય મહિલાઓનું પણ આવી જ રીતે શોષણ કર્યું છે કે કેમ તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments