fbpx
રાષ્ટ્રીય

થાળીમાં કેમ એક સાથે 3 રોટલી પિરસવામાં આવતી નથી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો…

થાળીમાં કેમ એક સાથે 3 રોટલી પિરસવામાં આવતી નથી, કારણ જાણીને તમે પણ હેરાન રહી જશો…

તમને એ તો ખબર હશે કે જ્યારે આપણે ભોજન કરીએ છીએ ત્યારે આપણા માતા-પિતા કે વડીલો ત્રણ રોટલી એકસાથે થાળીમાં રાખવાની મનાઈ ફરમાવે છે. હિંદુ ધર્મની માન્યતા અનુસાર તેને ખોટું માનવામાં આવે છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક થાળીમાં એકસાથે 3 રોટલી કેમ નથી પીરસાતી? મિત્રો, આજે અમે તમને આ સત્ય જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ ચોંકી જશો.

હિન્દુ ધર્મમાં ત્રણ નંબરને અશુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં ત્રણ વસ્તુઓનો સમાવેશ થતો નથી. ઘણીવાર ત્રણ વ્યક્તિઓ પણ સાથે હોય તો તે પણ અશુભ માનવામાં આવે છે. આ કારણોસર થાળીમાં એક જ સમયે ત્રણ રોટલી પીરસવામાં આવતી નથી.

પ્રાચીન હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે ત્રયોદશીના અવસરે મૃત વ્યક્તિને ભોજન તરીકે ત્રણ રોટલી આપવામાં આવે છે. આ રોટલી બનાવનાર સિવાય કોઈ તેને જોતું નથી. આ જ કારણ છે કે ત્રણ રોટલી એકસાથે ખાવાને અશુભ માનવામાં આવે છે, કારણ કે તેને મૃતકોનું ભોજન માનવામાં આવે છે.

સ્વસ્થ વ્યક્તિ માટે બે રોટલી, એક વાટકી શાક, 50 ગ્રામ ભાત અને એક વાટકી દાળને વિજ્ઞાન અનુસાર સંતુલિત ખોરાક માનવામાં આવે છે. વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવો ખૂબ જ જરૂરી છે. સંતુલિત આહાર કરતાં ઓછું કે વધુ ખાવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

Follow Me:

Related Posts