થિયેટરોમાં આવવા માટે તૈયાર છે ફિલ્મ ‘પુષ્પા ૨’, રિલીઝની તારીખ અંગે આવી અપડેટ
અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્નાની ફિલ્મ પુષ્પાઃ ધ રૂલની લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. દરમિયાન, ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવી છે, જે જાણવા માટે લાખો લોકો ઉત્સાહિત હતા. તાજેતરમાં, ફિલ્મ નિર્માતાઓએ થિયેટરોમાં અલ્લુ અર્જુનની સિક્વલ પુષ્પા ૨ ની રિલીઝની તારીખ અંગે અપડેટ આપી છે. ફહાદ ફાસિલ પુષ્પા ૨ ફિલ્મમાં એસપી ભંવર સિંહ શેખાવતની ભૂમિકામાં જાેવા મળશે.
દરમિયાન, રશ્મિકા મંદન્ના મોલેતી શ્રીવલ્લીની ભૂમિકામાં પાછા ફરવા માટે તૈયાર છે. ફિલ્મનો બીજાે ભાગ મોટા પાયે બની રહ્યો છે, અને તેની કિંમત પણ પુષ્પાઃ ધ રાઈસ કરતા ઘણી વધારે છે. તેને ૫૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી રહી છે અને તેમાં ઘણી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો મેકર્સ પહેલા જ ખુલાસો કરી ચૂક્યા છે. માહિતી અનુસાર, સુકુમાર દ્વારા નિર્દેશિત આ પુષ્પાઃ ધ રૂલ ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ, ૨૦૨૪ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ ફિલ્મ ૨૦૨૧ની ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે જેણે આ વર્ષે ૬૯માં રાષ્ટ્રીય પુરસ્કારોમાં શ્રેષ્ઠ અભિનેતા અને શ્રેષ્ઠ સંગીત નિર્દેશકની શ્રેણીમાં રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો હતો. સાઉથ ફિલ્મના એક્ટર ફહાદ ફાસિલ પુષ્પા ૨ ફિલ્મમાં એસપી ભંવર સિંહ શેખાવતની ભૂમિકામાં જાેવા મળશે. દરમિયાન, ફિલ્મમાં રશ્મિકા મંદન્ના મોલેતી શ્રીવલ્લીની ભૂમિકામાં પાછા ફરવા માટે તૈયાર છે.
Recent Comments