fbpx
અમરેલી

થેલેસેમીયા મેજરની સારવાર માટે રૂા.ર.૩૩ લાખની સહાય મંજુર કરાવતા સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલી સંસદીય મત વિસ્તારના અમરેલી મુકામે સંઘી સોસાયટી ખાતે રહેતા શ્રી અનવરભાઈ જુણેજાના પુત્ર અયાન જુણેજા ઉ.વ. ૦૪ ને થેલેસેમીયા મેજર જેવી ગંભીર બિમારી સબબ કેર ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીસ (સીમ્સ) અમદાવાદ ખાતે સારવાર અથેૅ દાખલ કરવામાં આવેલ. પરંતુ શ્રી અનવરભાઈ જુણેજાની આથિૅક પરિસ્થિતિ નબળી હોવાથી સારવારનો ખચૅ પરવડી શકે તેમ ન હતા.

જેથી અનવરભાઈ તરફથી અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા સાંસદશ્રીએ તાત્કાલીક તા. ૦૯/૦૧/ર૦ર૩ના રોજ ગુજરાત રાજયના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનેે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય મંજુર કરવા માટે ભલામણ કરતા માન. મુખ્યમંત્રીશ્રી તરફથી તા. ર૩/૦ર/ર૦ર૩ના રોજ સી.એમ. રીલીફ ફંડ માંથી સારવાર ખર્ચને પહોંચી વળવા રૂા. ર,૩૩,૦૦૦/– (અંકે રૂા. બે લાખ તેત્રીસ હજાર પુરા) સહાય મંજુર કરવામાં આવતા શ્રી અનવરભાઈ જુણેજા અને તેમના પરીવારે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts