fbpx
ગુજરાત

થોરડી ગ્રામ પંચાયતની ચૂંટણીને સમરસ કરાવનાર પ્રકાશભાઈ બરવાળીયાનું રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સન્માન

થોરડી ગામની ચૂંટણી એટલે ગુજરાતનાં શ્રેષ્ઠ ગામોમાં થતી ચૂંટણીઓમાંની એક ચૂંટણી.·  થોરડી ગામની ચૂંટણીને સમરસ કરવી ખૂબ જ મુશ્કેલ કામ હતું.· ડો. પ્રકાશભાઈ બરવાળીયા દ્વારા નિસ્વાર્થ ભાવે થયેલ કામને જોઈને ગામ લોકોએ આ નિર્ણય કર્યો હતો.·  પોતાના કડક સ્વભાવ માટે જાણીતા એવા મહેસૂલ  મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ડો. પ્રકાશ બરવાળીયાને બોલાવી થોરડી ગામની ચૂંટણી સમરસ કરવા બદલ, સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ભેટ સ્વરૂપે આપી.· વધુમાં રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે સરદાર પટેલ ભારતના લોખંડી પુરુષ છે અને તમે અમરેલીનાં લોખંડી પુરુષ છો.· ડો. પ્રકાશભાઈ દ્વારા થોરડી ગામમાં થયેલ કામને જોવાઆવવાની ઇચ્છા આપણા મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વ્યક્ત કરી હતી.

Follow Me:

Related Posts