આમોદ તાલુકાના માલકિનપુરા ગામે રહેતા પરિવારનો પુત્ર જામનગર ખાતે નોકરી કરતો હોઇ દંપતિ તેના ત્યાં ગયું હતું. દરમિયાનમાં તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ ૩.૧૦ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. આમોદના માલકિનપુરા ગામે વસાવા ફળિયામાં કિશોરગીર નરસિંહગીર ગોસાઇ તેમની પત્ની સાથે નિવૃત જીવન વિતાવે છે. જેમનો પુત્ર જામનગર ખાતે રિલાયન્સ કંપનીમાં નોકરી કરતો હોઇ પતિ-પત્ની ગત ૧૯મીએ સવારે તેમના પુત્રને ત્યાં દિવાળીની ઉજવણી કરવા માટે નિકળ્યાં હતાં.
તેઓ જામનગર પહોંચ્યાં બાદ બીજા દિવસે ૨૦મીએ સવારે તેમના ગામમાં રહેતાં તેમના ભત્રીજા જીજ્ઞેશગીરે તેમને ફોન કરી જાણ કરી હતી કે, રાત્રે તેમના ઘરનો દરવાજાે બંધ હતાં .જાેકે, સવારે નવેકવાગ્ય દરવાજાે ખુલ્લો જણાતાં અંદર તપાસ કરતાં તમામ સામાન વેરવિખેર પડેલો હતો. જેથી તેઓ તુરંત પરત ઘરે આવી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં તેમના ઘરમાંના કબાટ તેમજ ડ્રેસિંગ કબાટના લોકરમાંથી સોના-ચાંદીના દાગીના મળી કુલ ૩.૧૦ લાખની મત્તાના મુદ્દામાલની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું.
Recent Comments