દક્ષિણ અફઘાનિસ્તાનમાં માર્ગ અકસ્માત, ૨૧ના મોત, ૩૮ ઘાયલ
દક્ષિણ અફઘાનિસ્તાનમાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા ૨૧ લોકોના મોત થયા છે અને ૩૮ લોકો ઘાયલ થયા છે. હેલમંડમાં વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ કંદહાર અને પશ્ચિમ હેરાત પ્રાંત વચ્ચેના મુખ્ય હાઇવે પર હેલમંડ પ્રાંતના ગેરશ્ક જિલ્લામાં રવિવારે સવારે અકસ્માત થયો હતો. હેલમંડમાં ટ્રાફિક અધિકારી કદરતુલ્લાએ જણાવ્યું હતું કે એક મોટરસાઇકલ પેસેન્જર બસ સાથે અથડાઈ હતી, જે પછી રસ્તાની સામેની બાજુએ ઈંધણની ટાંકી સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું કે અકસ્માતની તપાસ ચાલી રહી છે. હેલમંડ પોલીસ વડાના પ્રવક્તા હઝતુલ્લાહ હક્કાનીએ જણાવ્યું હતું કે ૩૮ ઘાયલોમાંથી ૧૧ને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં ટ્રાફિક અકસ્માતો સામાન્ય છે, મુખ્યત્વે ખરાબ રસ્તાની સ્થિતિ અને ડ્રાઇવરની બેદરકારીને કારણે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંતમાં એક વાહન પલટી જવાથી સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત દિલારામ જિલ્લાને જાેડતા માર્ગ પર થયો હતો. ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર ઝરાંજ શહેરમાં ૪ પુરૂષો, ૨ મહિલાઓ અને એક બાળકના ઘટનાસ્થળે જ મોત થયા છે. જેમાં એક બાળક સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. નેશનલ ટ્રાફિક ઓફિસરના ડેટા અનુસાર, છેલ્લા ૧૦ મહિનામાં મધ્ય એશિયાઈ દેશમાં ૧૬૦૦થી વધુ લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે અને ૪૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
Recent Comments