વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એકેડેમિક કાઉન્સિલે નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના જુદા જુદા સેલ્ફ ફાયનાન્સ કોર્સોની ટયૂશન ફીમાં ૧૦% નો વધારો જાહેર કર્યો છે. એટલે કે હવેથી બી.એ., બી.કોમ. જેવો સામાન્ય સ્નાતકનો કોર્સ કરવો હશે તો પણ વિદ્યાર્થીને ૪૫૦૦ સુધીનો વધુ ખર્ચ થશે. ૭૦ હજાર વિદ્યાર્થીઓના માથે રૂ. ૩૦ કરોડનો બોજાે આવશે. હાલમાં દ્વિતિય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓને તેમની પાછલા વર્ષમાં ભરેલ ટયૂશન ફી મુજબ જ ટયૂશન ફી ભરવાની રહેશે.
જે બાબતો બ્રોશરમાં લખવાની રહેશે. અહીં વાત એવી છે કે, યુનિવર્સિટીમાં ૧૯ ડિપાર્ટમેન્ટમાં ૬૨ પ્રોફેસરોની ઘટ છે. એ જ રીતે ૨૫૦ ખાનગી કોલેજાેમાં ૧૦૪ પ્રિન્સિપાલની સાથે ૩૦૦ પ્રોફેસરોની ઘટ છે. એકેડેમીક બેઠકમાં અલગ-અલગ કોર્સના ટ્યૂશન ફીમાં વધારો કરાતા કોર્સવાઈઝ હાલના અને પૂરા કોર્સમાં કેટલી ફી લાગશે તેનો ચાર્ટ. યુનિવર્સિટીમાં બીએસસી, બી.કોમ, બી.એ, બીસીએ, બીબીએના હાલ ૭૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે. આવનારા વર્ષથી નવો પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ ૬ સેમેસ્ટર ભણવા માટે ૪૭ હજારથી લઈ ૯૨ હજારની ફી ભરશે. અંદાજ મુજબ આ વિદ્યાર્થીઓ ત્રણ વર્ષમાં ગ્રેજ્યુએટ થવા માટે હાલની ફીની સરખામણીમાં રૂ. ૩૦ કરોડની ફી વધુ ચૂકવશે.
Recent Comments