fbpx
ગુજરાત

દક્ષિણ ગુજરાત યુનિ.ની પરીક્ષામાં ચોરી કરતા ૧૯૬ વિદ્યાર્થિનીઓ ઝડપાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુવનિવર્સિટીની બીકોમ, બીસીએ, બીબીએ સહિતની પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. જેમાં કુલ ૧૯૬ વિદ્યાર્થીઓ સામે કોપી કેસ કરવામાં આવ્યા હતા. આ સાથે જ જે તે વિષયમાં કોપી કરતા પકડાયા તેના માર્ક શૂન્ય કરાયા હતા. જ્યારે કેટલાકના તો પરિણામ જ રદ કરવામાં આવ્યા હતા. આ ચોરી કરતા પકડાયેલા ૧૯૬ પૈકી ૨૦ ટકા એટલે કે ૩૮ વિદ્યાર્થિનીઓ પણ ચોરી કરતા પકડાઈ હતી. મોટા ભાગના કોપી કેસ સ્માર્ટવોચ અને માઇક્રો ઝેરોક્ષના કરવામાં આવ્યા હતા. એફવાય બીસીએની સેમ એકની પરીક્ષામાં એક, ટીવાય બીકોમની સેમ ફાઇનલની પરીક્ષામાં ૧૬૭ અને ટીવાય બીબીએની સેમ ફાઇનલની પરીક્ષામાં ૨૮ મળી કુલ ૧૯૬ વિદ્યાર્થી પરીક્ષામાં ચોરી કરતા પકડાયા હતા. જે પૈકી ૨૦ ટકા વિદ્યાર્થિનીઓ છે.

મોટા ભાગના વિદ્યાર્થીઓ સ્માર્ટ વોચ, માઈક્રો ઝેરોક્ષ અને કાપલી લઈને આવ્યા હતા. આ સાથે જ ઘણા વિદ્યાર્થીઓ હોલ ટિકિટ સાથે રાઈટિંગ પેડની પાછળ, હાથ અને પગ પર જવાબ લખીને આવ્યા હતા. યુનિવર્સિટીએ આ તમામ વિદ્યાર્થીઓને જે તે વિષયોમાં શૂન્ય માર્ક આપવા સાથે રૂ. ૫૦૦ની પેનલ્ટી લગાવી છે. બીબીએની ફાઇનલ યરની પરીક્ષામાં બે મિત્ર સમાર્ટ વોચમાંથી ચોરી કરતા પકડાયા હતા. બિઝનેસ રિસર્ચ વિષયની પરીક્ષામાં બંને મિત્ર આખી બૂક જ સ્માર્ટ વોચમાં પીડીએફ બનાવી લાવ્યા હતા. પરીક્ષા દરમિયાન બંને મિત્ર સતત તેની સ્માર્ટ વોચમાં ટેપ કરતા હતા. જેથી સુપરવાઈઝરને શંકા ગઈ હતી. ત્યારબાદ સુપ્રિટેન્ડન્ટ બોલાવી તપાસ કરતા કોપી કેસ કર્યો હતો. યુનિવર્સિટીને બંને વિદ્યાર્થીઓને બોલાવી પૂછપરછ કરી હતી.

જેમાં બંને વિદ્યાર્થીઓએ ભૂલ કબૂલી હતા. ત્યારબાદ યુનિવર્સિટીએ બંનેના જે તે વિષયના માર્ક શૂન્ય આપવા સાથે રૂ. ૫૦૦વી પેનલ્ટી કરી હતી. ટીવાય બીકોમની ફાઇનલ યરના સેમેસ્ટર પાંચની પરીક્ષામાં એક વિદ્યાર્થી પોતાની આગળ બેઠેલી વિદ્યાર્થિનીના આન્સર બૂકમાંથી જવાબ લખી રહ્યો હતો. દરમિયાન ફ્લાઈંગ સ્કવોડની એન્ટ્રી થઈ હતી. જેમના ધ્યાને આ બાબત આવતા બંનેની આન્સર શીટ ચેક કરી હતી. જેમાં બંનેના જવાબ સરખા જાેવા મળ્યા હતા. જેથી કોપી કેસ કરી બંનેના જે તે વિષયના માર્ક શૂન્ય કરી દીધા હતા.

Follow Me:

Related Posts