fbpx
ગુજરાત

દક્ષિણ ગુજરાત યુનિ.માં ટેકિનકલ પ્રોબ્લેમ આવતા ટોકન ફી રદ કરાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એડમિશન પ્રોસેસમાં ટેક્નિકલ પ્રોબ્લેમ આવતા જ બીએસસી, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, એમએસસી આઇટી, એમએસસી ઇન્ટિગ્રેટેડ બાયોટેક સિવાયના તમામ કોર્સોની એક હજાર રૂપિયાની ટોકન ફી કેન્સલ કરાઇ છે. યુનિવર્સિટીએ નોટિફિકેશન જાહેર કરી કોલેજાેના પ્રિન્સિપાલો અને ડિપાર્ટમેન્ટોના એચઓડીઓની સાથે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે બીએસસી, બીએસસી કોમ્પ્યુટર સાયન્સ, એમએસસી આઇટી, એમએસસી ઇન્ટિગ્રેટેડ બાયોટેક સિવાયના તમામ કોર્સોમાં ઓનલાઇન એડમિશન ફોર્મ ભરતી સમયે ભરવાની થતી ટોકન ફી એક હજાર રૂપિયાની પ્રથા કેન્સલ કરાય છે. જે વિદ્યાર્થીઓએ ટોકન ફી ભરી છે, એમને પણ બેન્ક એકાઉન્ટમાંથી પરત કરાશે. યુનિવર્સિટીના સૂત્રો જણાવે છે કે વિદ્યાર્થીઓના જુદા જુદા કારણોથી ઓનલાઇન પેમેન્ટ કરવામાં તકલીફ પડી હતી. જેથી તે વિદ્યાર્થીઓના હિતને જાેતા ટોકન ફી નહીં લેવાનો ર્નિણય કરાયો છે.

Follow Me:

Related Posts