દક્ષિણ ઝોનના પાણી મુદ્દે પૂર્વ મંત્રી એકશનમાં આવ્યા
વડોદરા શહેરને ૫૫૦ એમએલડી પાણી મળે છે. જેમાંથી માજલપુર સહિતના વિસ્તારોને માત્ર ૬૮ એમએલડી પાણી અપાય છે. વર્ષ ૧૮-૧૯ માં આ પ્રોજેકટ પૂર્ણ કરવાનો હતો. પરંતુ હાલમાં પ્રોજેક્ટ તૈયાર થયો છે. શહેરમાં પાણીની સૌથી વધુ પરેશાની માંજલપુર સહિતના વિસ્તારોને છે. આ વિસ્તારના લોકો પાલિકામાં માટલા ફોડવા કે વિરોધ પ્રદર્શન કરવા આવતા નથી કારણકે અમે તેઓને સમજાવી રાખ્યા છે. ત્યારે હવે આ પ્રોજેકટમાંથી મળનારું ૫૦ એમએલડી પાણી માત્ર અને માત્ર દક્ષિણ વિસ્તારને જ મળવું જાેઈએ. આ બાબતે મેયર કેયુર રોકડિયાએ ખાતરી પણ આપી છે. પરંતુ જાે પાણીના જથ્થામાં કોઈ કાપા કુપી કરાશે તો અમે તેનો સખત વિરોધ કરીશું. આજવા સરોવરમાંથી દક્ષિણ વિસ્તારને મળતું ૭-૮ એમએલડી પાણી પૂર્વ વિસ્તારમાં જ આપશે તેનાથી અમને કોઈ વાંધો નથી. ૫૦ એમએલડીનો ટ્રાયલ રન લેવાયો છે. ૧૮મી તારીખે પ્રધાનમંત્રીના હસ્તે આ પ્રોજેક્ટનું લોકાર્પણ થયા બાદ દક્ષિણ ઝોનને શુદ્ધ અને પુરતા પ્રમાણમાં પાણી મળશે. તદુપરાંત પૂર્વ ઝોનમાંથી દક્ષિણ ઝોનને અપાતું ૫થી ૧૦ એમએલડી પાણી પૂર્વ ઝોનને મળતા તેની પણ સમસ્યા હલ થશે. આગામી ૧૫મી તારીખ સુધી આ પ્રક્રિયા ચાલશે. ત્યારબાદ પાણીના નમુનાનું ટેસ્ટિંગ કરવામાં આવશે. જેમાં તેની ટરબીડીટી માપવામાં આવશે. ૫૦ એમએલડી બાદ જરૂરિયાત મુજબ ૧૦૦ એમએલડી સુધી પાણી મેળવી શકાશે.વર્ષ ૨૦૧૬માં રાજ્ય સરકારે મંજુર કરેલા અને ૬ વર્ષ બાદ તૈયાર થયેલા સિંધરોટ પાણી પ્રોજેક્ટમાં ૫૦ એમ.એલ.ડી પાણી મેળવવાનો ટ્રાયલ રન યોજાયો હતો. સ્થળ મુલાકાત લેવા ગયેલા પૂર્વ મંત્રી યોગેશ પટેલે ૫૦ એમએલડી પાણી માત્ર દક્ષિણ ઝોનને જ મળવું જાેઈએ નહીતો વિરોધ કરીશું તેવી સાફ વાત કરી હતી.મેયરે તમામ પાણી દક્ષિણ ઝોનને જ અપાશે તેમ કહ્યું હતુ.
Recent Comments