fbpx
બોલિવૂડ

દક્ષિણ ફિલ્મ ઉધ્યોગના સુપરસ્ટાર્સ બન્યા વાયનાડના લોકો માટે દેવદૂત

કેરળના વાયનાડમાં અતિ ભારે વરસાદ સાથે ભૂસ્ખલન થતા વાયનાડના નાગરિકો કુદરતી કહેરનો સામનો કરી રહ્યા છે. હાલમાં પણ બચાવકર્મીઓ ૨૦૦ થી વધુ પરિવારના લોકોના લાપતા પરિવારજનોની શોધખોળ કરી રહ્યા છે ત્યારે આત્યાર સુધીમાં ૨૦૦ થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે.

તાજેતરમાં વાયનાડની મદદ માટે દક્ષિણ ફિલ્મજગતના સુપરસ્ટાર અલ્લુ અર્જુન એ નાગરિકોનો ૨૫ લાખની આર્થિક મદદ કરી છે. અલ્લુ અર્જુન એ આ મદદની માહિતી તેમના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જાહેર કરી છે. તે ઉપરાંત દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના ઘણા સ્ટાર્સ પણ મદદ માટે આગળ આવી રહ્યા છે. અગાઉ મેગાસ્ટાર મોહનલાલે પણ ભૂસ્ખલન પ્રભાવિત વાયનાડ ની મુલાકાત લીધી હતી.

બીજી તરફ અભિનેતા મામૂટી અને તેમના પુત્ર દુલકર સલમાને રૂ. ૩૫ લાખની મદદ કરી છે. ફહાદ ફસીલ અને નઝરિયા નાઝીમે રૂ. ૨૫ લાખ અને સૂર્યા અને તેમની પત્ની જ્યોતિકાએ રૂ. ૩૫ લાખની મદદ કરી છે. અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ પણ ૧૦ લાખ રૂપિયાની મદદ કરી છે. હાલમાં પણ ભારતીય સેના, દ્ગડ્ઢઇહ્લ અને સ્થાનિક ઈમરજન્સી રિસ્પોન્સ વિભાગ સહિતની બચાવ ટીમ કેરળના વાયનાડમાં ધરાશાયી થયેલી ઈમારતોમાં ફસાયેલા લોકોને શોધવા માટે કઠોર સ્થિતિમાં કામ કરી રહી છે.

Follow Me:

Related Posts