દમણનો ઈસ્મ નકલી પાસપોર્ટ સાથે એટીએસની ટીમે ઝડપ્યો

દમણ ખાતે રહેતો અને પોર્ટુગલનો નકલી પાસપોર્ટ ધારક ગણેશ ટંડેલ દમણથી મુંબઇ એરપોર્ટ અને ત્યાંથી લંડન બાદ પોર્ટુગલ જવાનો હોવાની બાતમી એટીએસની ટીમને મળી હતી. જે બાતમીના આધારે એટીએસની ટીમે દમણથી મુંબઈ જતા ગણેશ ટંડેલને રસ્તામાં અટકાવી પાસપોર્ટ ચેક કરી પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. તેમજ આ શખ્સ સહિત અન્ય કેટલા લોકો પાસે નકલી પાસપોર્ટ છે તેમજ નકલી પાસપોર્ટ કાઢવ્યા બાદ કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.ગુજરાત એટીએસની ટીમે પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણના શખ્સની અટકાયત કરી હતી. ગુજરાત એટીએસની ટીમને બાતમી મળી હતી કે, દમણનો શખ્સ પોર્ટુગલના નકલી પાસપોર્ટ સાથે દમણથી બાઈ રોડ મુંબઇ એરપોર્ટ આવી અને મુંબઈથી લંડનની ફ્લાઈટમાં લંડન જવાનો છે. જ્યાથી પોર્ટુગલ જેશે. ત્યારે આ બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે દમણ- મુંબઈ રોડ ઉપરથી ગણેશ ટંડેલ નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.
Recent Comments