દમણમાં તાજેતરમાં ચાલીના રૂમમાં યુવકો દ્વારા યુવતીને લાવવામાં આવતી હોવાનું નજીકમાં રહેતો યુવક જાેઈ જતા તેની હત્યા કરી આરોપીઓ ભાગી ગયા હતા. આ ઘટનામાં સગીર સહિત ૪ આરોપીઓને દમણ પોલીસે બાતમીના આધારે બાંદ્રા રેલવે સ્ટેશનથી ઝડપી પાડયા હતા. ત્યારે આ કેસને લઈ દમણ પોલીસે દમણ વિસ્તારમાં આવેલી ચાલીઓ અને ફ્લેટ ભાડે આપતા માલિકો સાથે બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં ચાલી માલિકોને દમણ પોલીસ દ્વારા ચાલીના પેસેજ અને ઇન તથા આઉટ ગેટ ઉપર ઝ્રઝ્ર્ફ લગાવવા અને ભાડુઆતનું પોલીસ મથકે વેરિફિકેશન કરાવવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે.
જેને લઈને દમણ વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા દમણ પોલીસ સતત પ્રયત્ન શીલ છે. આજે દમણના કોસ્ટલ પોલીસ મથક કડૈયા પોલીસ મથકે પોલીસ મથક વિસ્તારમાં આવતા ચાલી સંચાલકો અને ફ્લેટ ભાડે આપતા ફ્લેટ માલિકો સાથે દમણ પોલીસના જીૐર્ંના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં દમણના એક બારમાં કામ કરતા વેઈટરોને આપવામાં આવેલા રૂમમાં એક વેટર યુવતીને લાવતો હતો. જે નજીકમાં રહેતો યુવક જાેઈ ગયો હતો. જેને લઈને સગીર સહિત ૪ ઈસમોએ ૩૧ જાન્યુઆરીના રોજ યુવકની હત્યા કરી ફરાર થઇ ગયા હતા.
Recent Comments