અમરેલી

દરબારીઓ રાજાની પીઠ શામાટે થપથપાવે છે? : વિરજીભાઇ ઠુંમર ધારાસભ્ય

ગુજરાતના સત્તાપક્ષના પ્રમુખ સુરત રહે છે. એમણે સુરતમાં પોસ્ટર લગાડ્યા છે; જેમાં વડાપ્રધાનનો આભાર માનવામાં આવ્યો છે : “ગુજરાતમાં ICU બેડની અછત ન સર્જાઈ, થેન્ક્યૂ PM ! ગુજરાતમાં ઈન્જેક્શનો/દવાઓની ખેંચ ન પડી, થેન્ક્યૂ PM ! ગુજરાતમાં વેન્ટિલેટરની ખેંચ ન પડી, થેન્ક્યૂ PM ! ગુજરાતમાં ઓક્સિજનની અછત ન પડી, થેન્ક્યૂ PM !” વાસ્તવમાં મોટા ભાગના મોત તો ઓક્સિજનની ખેંચ/દવા-ઈન્જેકશનોની અછત/ICU બેડ-વેન્ટિલેટરના અભાવે થયા છે. સવાલ એ છે કે સુરતના સ્મશાનોમાં એટલી લાશો આવી કે લાકડા ખૂટી પડ્યા, શેરડીના છોતરાંનો ઉપયોગ કરવો પડ્યો ! દેશભરમાં રોજે હજારો મોત થઈ રહ્યા છે; કોરોના સંકટ સમયે વડાપ્રધાને સંક્રમણના સુપરસ્પ્રેડર તરીકે કામ કર્યું તેના કારણે દેશ-વિદેશમાં તેમની આકરી આલોચના થઈ રહી છે ત્યારે વડાપ્રધાનને ‘થેન્ક્યૂ’ કહેવાના પોસ્ટર શામાટે? કવિયત્રી પારુલ ખખ્ખરની ફરિયાદ

જૂઓ :
“રાજ, તમારા દિવ્ય વસ્ત્ર
ને દિવ્ય તમારી જ્યોતિ;
રાજ, તમોને અસલી રૂપે
આખી નગરી જોતી !
હોય મરદ તે આવી બોલો :
‘રાજા મેરા નંગા !’
રાજ, તમારા રામરાજ્યમાં
શબવાહિની ગંગા !”


સવાલ એ છે કે આખો દેશ રાજાને અસલી રુપે જૂએ છે; તેમના દિવ્યવસ્ત્રો પર ડાઘાઓ પડી ગયા છે; દિવ્યજ્યોતિ છેલ્લા શ્વાસ લઈ રહી છે; ત્યારે દરબારીઓ રાજાની પીઠ થપથપાવી રહ્યા છે ! કોઈ પીઠ થપથપાવે તેનું રાજાને હઠીલું વ્યસન છે ! રાજા આ વ્યસનથી મુક્ત થઈ શકે તેમ નથી ! વડાપ્રધાનને પોતાની ઈમેજની ચિંતા છે; લોકોની નહીં. ઈમેજ ચમકાવવા જાતજાતની યુક્તિઓ અજમાવે છે. બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’એ વડાપ્રધાનની સખ્ત ટીકા કરતા લખ્યું કે “કોરોના મહામારીમાં તેમણે ચૂંટણીસભાઓની/કુંભમેળાની મંજૂરી આપી ! વેક્સિન માટે અગાઉથી ફંડ ન આપ્યું; ઓક્સિજન માટે પ્લાન્ટ ઊભા ન કર્યા તેથી રોજે હજારો મોત થઈ રહ્યા છે !” આ ટીકા બાદ ‘TDG-ધ ડેઈલી ગાર્ડિયન’ની વેબસાઈટ ઉપર 11 મે 2021 ના રોજ વડાપ્રધાનની પ્રસંશા કરી કે “તેઓ સખ્ત પરિશ્રમ કરે છે !” આ ન્યૂઝ આર્ટિકલને કેન્દ્રીય મિનિસ્ટર અનુરાગ ઠાકુર/કિરણ રિજિજૂ/ડો. જિતેન્દ્રસિંહ/પ્રહલાદ જોશી/રઘુબાર દાસે ટ્વિટર ઉપર શેયર કર્યો અને કહ્યું કે જૂઓ આંતર રાષ્ટ્રીય મીડિયા તો વડાપ્રધાના કામની તારીફ કરે છે ! સત્તાપક્ષના IT Cell/સમર્થકોએ સોશિયલ મીડિયાને ગજવી મૂક્યું ! પરંતુ લોકો શંકા ગઈકે એક અઠવાડિયામાં બ્રિટિશ અખબાર ‘ગાર્ડિયન’ વડાપ્રધાનની આકરી આલોચના કરે અને પ્રસંશા કરે એવું કઈ રીતે બને? શું ગાર્ડિયન પણ ગોદી અખબાર બની ગયું? પરંતુ તપાસ કરતા ‘TDG-ધ ડેઈલી ગાર્ડિયન’ની વેબસાઈટ UKની ન હતી; પણ તેનું રજિસ્ટ્રેશન ઉત્તરપ્રદેશનું નીકળ્યું ! ફેઈક આર્ટિકલના લેખક સત્તાપક્ષના પ્રવક્તા સુદેશ વર્મા હતા ! ભૂતિયા વેબ સાઈટ ઉપરના ભૂતિયા સમાચારને ફેલાવનાર મિનિસ્ટરો ! શરમ આવે કે નહીં? વિચાર તો કરો; ઈમેજ ચમકાવવાનો કેવો મોહ? કેવા ષડયંત્રો? દુનિયાના ઈતિહાસમાં આવા ખોખલા/દંભી/સંવેદનહીન વડાપ્રધાન જોવા નહીં મળે ! મર્યાદા મૂકીને દરબારીઓ રાજાની પીઠ થપથપાવી રહ્યા છે !


કાર્ટૂનિસ્ટ સતિષ આચાર્યનું કાર્ટૂન વેધક છે : ગંગાપુત્ર PM માસ્ક વિના સાવ નાનકડી હોડીમાં બેઠા છે; સામે એક નાગરિક માસ્ક લગાવીને બેઠો છે. હોડી ગંગા નદીમાં છે અને ચારે તરફ ફેંકેલી લાશો તરી રહી છે. મોર અને નાગરિક બન્ને લાશોને તાકી રહ્યાં છે. વડાપ્રધાનની સામે માઈક છે અને તેઓ નાગરિકને કહે છે : ‘ચાલ, હું તને એક પોઝિટિવ સ્ટોરી કહું !’ આનાથી મોટો દંભ ક્યો હોઈ શકે? આવા આત્મમુગ્ધ રાજાની પીઠ થાબડનારા દરબારીઓ પણ કેવા? તેમ શ્રી ઠુમ્મરે જણાવ્યું હતું

Related Posts