દરરોજ ખાલી પેટે પીવો એલોવેરાનું જ્યુસ, ફાયદા સાંભળીને દરરોજ પીતા થઈ જશો
કોરોના કાળમાં બધા લોકો સ્વસ્થ અને ફીટ રહેવા માંગે છે. ભલે કોરોનાની ત્રીજી લહેર ધીમે ધીમે પુરી થઈ ગઈ હોય પણ એક ડર હજુ પણ લોકોના મનમાં જોવા મળી રહ્યો છે. એવામાં સ્વસ્થ રહેવું તે ખુબ જ જરૂરી છે.
એલોવેરા જ્યૂસ સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ફાયદારૂપ છે. એલોવેરાને આયુર્વેદની ભાષામાં ધૃતકુમારી કહેવામાં આવે છે અને આયુર્વેદમાં ધૃતકુમારીનો ઉપયોગ કરીને ઘણા રોગો માટે ઔષધિઓ બનાવવામાં આવી છે.
ત્યારે આજે અમે આપને એલોવેરાના જ્યુસ વિશે જણાવીશું કે જેના ફાયદા જાણીને તમે પણ દંગ રહી જશો…
એલોવેરામાં ઘણા પ્રાકૃતિક ગુણો રહેલા છે. જેમાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્સનો સમાવેશ થાય છે. જાણીએ એલોવેરા જ્યૂસના ફાયદા વિશે.. એલોવેરા જ્યુસને સામાન્ય રીતે ડાયટમાં સામેલ કરવાની પણ સલાહ આપવામાં આવે છે. એલોવેરાથી આપણને ઘણી સમસ્યામાંથી છુટકારો મળે છે.
કબજિયાત
જો તમને કબજીયાતનો પ્રોબ્લમ હોય તો આપે ચોક્કસ એલોવેરા જ્યુસનો પીવું જોઈએ.
અપચો
ઘણા લોકોને આખો દિવસ ભૂખ જ નથી લાગતી. અથવા તો અપચો રહે છે. એલોવેરાનું જ્યુસ પીવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થઈ શકે છે.
સ્કીન ગ્લો
એલોવેરા જેલને ચહેરા પર લગાવવું આ સાથે જ જ્યુસ પીવાથી પણ ચહેરા પર ચમક આવે છે.
ડાયાબિટિસ
ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે એલોવેરા આપણામાં શરીરમાં વધી રહેલા ડાયાબિટીસના ખતરાને કંટ્રોલ કરે છે.
આ રીતે બનાવો એલોવેરા જ્યુસ
એલોવેરાની ફ્રેશ અને પાતળી પત્તીઓ લો. સારી રીતે ધોઇ લો અને તેની છાલને છરીની મદદથી સરખી રીતે કાઢી લો. હવે વ્હાઇટ ભાગ જે વધે તેને મિક્સર જારમાં લઇને ક્રશ કરી લો. એક ગરણી લઇને આ જ્યૂસને તેનાથી ગાળી લો , તો તૈયાર છે એલોવેરા જ્યૂસ
Recent Comments