દરરોજ રાતે સુતા પહેલા લીંબુને કાપીને મુકી દો આ જગ્યાએ, સાયસન્સ પણ કહે છે કે તેનાથી મોટો લાભ થશે…
આપણા વડીલો આપણને ઘણા ટોટકા કરવાનું કહેતા હોય છે. પણ આપણે તેને ઈગ્નોર કરી દેતા હોય છીએ. આપણને એવુ લાગે કે એવુ તો કંઈ થોડુ હોતુ હશે. પણ સાયન્સે પણ સ્વીકાર્યું છે કે લીંબુને કાપીને સુતા પહેલા મુકવામાં આવે તો ઘણા ફાયદા થાય છે.
લીંબુ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે. લીંબુ પીવાથી આપણા શરીરને અનેક ફાયદા થાય છે. લીંબુ આપણા પેટને શુદ્ધ કરે છે અને તેને રક્તશોધક પણ માનવામાં આવે છે. સામાન્ય રીતે લીંબુ તો દરેક ઘરના રસોડામાં સરળતાથી ઉપલબ્ધ રહે છે. તો આજે અમે તમને લીંબુ વિશે બીજી પણ ખાસ વસ્તુ જણાવવા જઈ રહ્યા છીએ. જે તમે પહેલા નહી જાણતા હોય તો આવો જાણીએ….
ઉંઘ આવી જશે ફટાફટ
જો તમને રાત્રે ઊંઘ નથી આવતી તો તેવામાં તમે એક નાના લીંબુનો ટુકડો કાપીને તમારા ઓશિકા નીચે રાખી લેશો, તો તેનાથી તમને ઊંઘ આવી જશે. કેમ કે લીંબુમાં એન્ટીબેક્ટેરીયલ ગુણ મળી આવે છે, જેને કારણે આપણું મગજ શાંત થઈ જાય છે અને આપણને ઊંઘ આવી જાય છે.
શ્વાસની તકલીફ દૂર થાય
જો તમને શ્વાસ લેવામાં તકલીફ થતીં હોય તો તમારે લીંબુ ઓશિકા નીચે રાખવુ જેથી તમને શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય અને ઉંઘ પણ સારી આવશે.
માખી-મચ્છર દુર રહેશે
જો તમારા ઘરમાં માખી, મચ્છર અને કીડીઓનું પ્રમાણે વધારે છે તો લીંબુ તેનો અક્સીર ઈલાજ છે. લીંબુના કારણે ઘરમાં માખી મચ્છર દુર રહે છે. જેથી રાતે સુતા વખતે લીંબુના ટુકડાને પાસે રાખવો જેથી મચ્છર માખીથી છૂટકારો મળશે.


















Recent Comments