દર્શક વ્યાખ્યાનમાળાનું છઠુ વક્તવ્ય તા.૧૫ ઓકટોબરે શિશુવિહાર સંસ્થા પરિસરમાં યોજાયું
લંડનથી પ્રકાશિત થતાં ઓપિનિયન સામયિકનાં સૌજન્ય થી દર્શક વ્યાખ્યાનમાળાનું છઠુ વક્તવ્ય તા.15 ઓકટોબરે શિશુવિહાર સંસ્થા પરિસરમાં યોજાયું. આ પ્રસંગે સુપ્રતિષ્ઠ સંપાદક , લેખક પ્રાધ્યાપક શ્રી ભરતભાઈ મહેતાએ “દર્શક (મનુભાઈ પંચોળી) આજના સંદર્ભમાં” વિષયે મનનીય વિચારો રજુ કર્યા હતાં. લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાત સાહિત્ય પરિષદનાં અધ્યક્ષશ્રી અને વ્યાખ્યાનમાળા સમિતિનાં નિમંત્રક શ્રી પ્રકાશ ન.શાહે વ્યાખ્યાતા નો અને ઉપક્રમ પરિચય આપ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓને શિશુવિહારનો પરિચય આપતા સંસ્થાનાં મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટે આદરણીય મનુભાઈ અને માનભાઈનાં સ્નેહ સંબંધો યાદ કરતા સહુનું સ્વાગત કર્યું હતું. સ્નેહભોજનથી સંપન્ન થયેલ વિચાર ગોષ્ઠીનું સંકલન શ્રી હસમુખભાઈ દેવમુરારીએ કર્યું હતુ.
Recent Comments