દર્શન કરાવવાના બહાને સોનાના દાગીના સેરવી લેતો દહેગામનો મદારી ઝડપાયો
ગાંધીનગર સહિત ગુજરાતનાં ૧૬ જેટલા શહેરમાં જઈ એકલ દોકલ વ્યક્તિઓને મંદિરમાં ૫૦૦ વર્ષ જુના સાધુ બેઠા હોવાનું કહી દર્શન કરાવી આપવાની વાતોમાં ભોળવીને સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરનાર દહેગામના મદારીને પોલીસે પૂર્વ બાતમીના આધારે આબાદ ઝડપી લઈ સંખ્યા બંધ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.
દહેગામ પોલીસ મથકમાં અગાઉ નોંધાયેલા દહેજ પ્રતિબંધિત ધારા હેઠળના ગુનાનો આરોપી બનાનાથ ઉર્ફે વનરાજ કંચનનાથ મદારી (રહે મદારી નગર, ગણેશપૂરા, દહેગામ) સોનાના દાગીના વેચવા માટે ફરી રહ્યો છે.
જેનાં પગલે પોલીસ કાફલો હરસોલ ચોકડી ધસી ગયો હતો અને બનાનાથ મદારીને આબાદ રીતે ઝડપી લીધો હતો. પોલીસે તેની અંગ ઝડતી કરતા સોનાના દાગીના મળી આવ્યા હતા. જેની પાસે દાગીના અંગેના આધાર પુરાવા માંગતા તે ગલ્લા તલ્લાં કરવા લાગ્યો હતો. આથી તેની કડકાઈથી પૂછપરછ કરતાં ત્રણ દાગીના દહેગામના સોનીને આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે સોની પાસેથી સોનાની બે વીંટી અને સોનાની ચેઇન મળી કુલ રૂ. ૯૧ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
Recent Comments