fbpx
અમરેલી

દર બુધવારે ચાલતી મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેન આગામી ૧૪ એપ્રીલ, ર૦ર૧ થી દૈનિક દોડશે.

મહુવા–સુરત ટ્રેન દૈનિક થતા આસપાસના શહેરોમાં વ્યવસાય સાથે સંકળાવેલ નવ
જિલ્લાના લોકો/યાત્રીઓને સીધો લાભ મળશે. સાંસદ નારણભાઈ કાછડીયા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા અને સુરતના સાંસદ શ્રીમતિ દશૅનાબેન જરદોશના સતત પ્રયાસો થી અઠવાડીયામાં એક દિવસ ચાલતી મહુવા–સુરત સુરપફાસ્ટ ટ્રેન આગામી ૧૪ એપ્રીલ, ર૦ર૧ થી દૈનિક ચલાવવા અંગે રેલ્વે મંત્રાલય તરફથી મંજુરી આપવામાં આવેલ છે. પ્રાપ્ત વિગતોનુંસાર કોરોના સંક્રમણને ધ્યાને લઈ ગત વષેૅ થયેલ લોકડાઉન દરમ્યાન કેન્દ્ર સરકારશ્રી દ્વારા સમગ્ર દેશના ટ્રેન વ્યવહારો બંધ કરવામાં આવેલ હતા. જે પૈકી અમરેલી જિલ્લામાંથી પાસર થતી
અઠવાડીયામાં એક વાર (દર બુધવારે) ચાલતી મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેન
પણ બંધ કરી દેવામાં આવેલ હતી. કોરોનાનું સંક્રમણ ઓછુ થતા અને મોટા શહેરોને જોડતી ટ્રેન સેવાઓ ધીમે ધીમે રાબેતામુજબ ચાલુ થતા અમરેલીના સાંસદ નારણભાઈ
કાછડીયા અને સુરતના સાંસદ શ્રીમતિ દશૅનાબેન જરદોશ દ્વારા લોકોની વષોૅ જૂની માંગ મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેનને દૈનિક ચલાવવા માન. કેન્દ્રીય રે૬ત્સિવે મંત્રી પિયુષ ગોયલજીને સતત રજૂઆતો કરવામાં આવેલ હતી.બંને સાંસદશ્રીઓના સહીયારા પ્રયાસોના પરીણામ સ્વરૂપે અગામી ૧૪ એપ્રીલ, ર૦ર૧ થી મહુવા–સુરત સુપરફાસ્ટ ટ્રેન દૈનિક દોડશે અને આ ટ્રેનદૈનિક ચાલુ થતા અમરેલી જિલ્લા ઉપરાંત ભાવનગર,બોટાદ, સુરેન્દ્રનગર,અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત જિલ્લાના લોકો, યાત્રીઓ
અને ધંધાથીૅઓને સીધો જ લાભ મળશે

Follow Me:

Related Posts