દર વર્ષની માફક આ વર્ષે પણ હનુમાન જયંતિ નિમિતે અમરેલી થી ભૂરખીયા હનુમાન મંદિરે જતા પદયાત્રીઓ માટે ચલાલાના સેવાભાવી યુવાનો દ્વારા વિના મૂલ્યે પ્રસાદ વિતરણ નો સ્ટોલ ખુલ્લો મુકાશે
ચલાલાના સેવાભાવી યુવાનો અને દાતાશ્રીઓ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના પરમ ભકત શ્રી હનુમાન ભગવાનની જન્મ જયંતિ પ્રસંગે સુવિખ્યાત ભુરખીયા હનુમાનજી મંદિરે ભગવાન શ્રી હનુમાનજીના દર્શને અને રાત્રીના બારના ટકોરે થતી મહાઆરતીનો લાભ લેવા અમરેલી જીલ્લાના હજ્જારોની સંખ્યામા ભાઇઓ બહેનો યુવાનો અને ભાવીક ભકતજનો પદયાત્રામા જોડાયછે. ત્યારે હજારોની સંખ્યામા પદયાત્રામા જોડાયેલા પદયાત્રીઓને અને અન્ય વાહનોમા જતા ભાવીક ભકતજનોને કોઈ અગવડ ના પડે તે માટે અમરેલી થી ભુરખીયા માર્ગ પર સેવાભાવીઓ દ્વારા જુદા જુદા સ્થળો પર અનેક સ્ટોલો વિના મૂલ્યે પ્રસાદ વિતરણ કરવામાટે ખોલવામા આવેછે..
હજારો ભાવીક ભક્તજનો હોશે..હોશે..હનુમાનજીના જય ધોષ સાથે પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે..આ મુજબ ચલાલામા બજરંગ ડેરી ચલાવતો સેવાભાવી શ્રી દિવ્યેશ ઉનડકટ અને તેના પચાચેક જેટલા સેવાભાવી યુવાન મિત્રો દ્વારા હનુમાન જંયતી પ્રસંગે તા ૨૨-૪-૨૪ સાંજના ૫ કલાકથી વિના મૂલ્યે પ્રસાદ વિતરણનો સ્ટોલ અલી ઉદેપુરના પાટીયા પાસે નિરાલી જીનીંગની બાજુમા ખુલ્લો મુકવા આવછે…આ ખુલ્લો મુકવામા આવેલ સ્ટોલ મા પ્રસાદના રૂપમા ચલાલાના પ્રખ્યાત લાઇવ ગરમા ગરમ ચટણી સંભારા સાથે ગાંઠીયા..ગરમા ગરમ લાઇવ બટેટાની ચિપ્સ..ઠંડી મધુર છાશ…ગરમા ગરમ ચા..અને ઠંડાપાણીનુ વિના મૂલ્યે વિતરણ કરવામા આવશે તો તમામ ભાવીક ભકતજનોને આ મહા મુલ્ય લાભ લેવા ચલાલાના સેવાભાવી યુવાન દિવ્યેશ ઉનડકટ..દાતાશ્રીઓ..અને સેવાભાવી યુવાનોએ જાહેર નિંમત્રણ પાઠવેલ છે..વધુ માહિતી માટે 9925851308 પર સંપર્ક કરવા જણાવેલ છે.
Recent Comments