અમરેલી

દર વર્ષે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કરી જિલ્લાની હરિયાળીમાં ઉમેરો કરવા સામાજિક વનીકરણ વિભાગ સક્રિય

સમગ્ર રાજ્યમાં તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની  ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તાઉ’તે વાવાઝોડા સમયે જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. છેલ્લા ૨ વર્ષમાં જિલ્લામાં અનકે પ્રકારના વૃક્ષોનું વાવેતર સામાજિક વનીકરણ વિભાગ-અમરેલી દ્વારા કરવામાં આવ્યું છે. જેના થકી અમરેલી જિલ્લાની હરિયાળીમાં ઉમેરો થયો છે તે સાથે પર્યાવરણની રક્ષા માટેનું પણ ઉમદા કાર્ય થયું છે. અમરેલી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૨.૫ લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં ગ્રીન ગ્રોથના પરિમાણને સાર્થક કરવામાં આવ્યું છે. અમરેલી સામાજિક વનીકરણ વિભાગની આ ઉમદા અને ઉત્કૃષ્ટ કામગીરી છે.  હાલની સ્થિતિએ જિલ્લામાં ૧ લાખ ૯૪ હજારથી વધુના વૃક્ષો સ્થળ પર જીવંત છે. દર વર્ષે વૃક્ષોનું વાવેતર અને જતન કરીને જિલ્લાને હરિયાળો બનાવવા માટે અને વૃક્ષોના રીસ્ટોરેશનને લઈને સામાજિક વનીકરણ વિભાગ સક્રિય છે. મહત્વનું છે કે, વૃક્ષોના રીસ્ટોરેશન માટે થઈ રહેલી આ કામગીરી એ ભાવિને વધુ સારું બનાવી રહેવા માટેનું વધુ એક કાર્ય છે.

        દર વર્ષે અમરેલી સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કિસાન શિબિર, ફોરેસ્ટ રિસર્ચ શિબિર, પ્રાકૃત્તિક શિક્ષણ શિબિરનું જિલ્લામાં સફળતમ આયોજન કરવામાં આવે છે. કિસાન શિબિરો થકી લાભાર્થીઓને અનેકવિધ લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮-૧૯માં ૪૨,૪૦૦, વર્ષ ૨૦૧૯-૨૦માં ૬૬,૨૦૦,વર્ષ ૨૦૨૦-૨૧માં ૪૯,૬૦૦,વર્ષ ૨૦૨૧-૨૨માં ૪૧,૯૭૭ અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૬,૦૬૬ રોપાઓનું વાવેતર પણ અમરેલી જિલ્લામાં સામજિક વનીકરણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૧ લાખ ૯૪ હજારથી વધુના રોપાઓ સ્થળ પર જીવંત છે. વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી છેલ્લી વૃક્ષ ગણતરી વર્ષ ૨૦૨૧-૨૨ની સ્થિતિએ જિલ્લામાં જંગલ સિવાયના વિસ્તારમાં અંદાજે કુલ ૭૫ લાખ વૃક્ષો નોંધાયા છે.

        વધુમાં સામાજિક વનીકરણ વિભાગ અમરેલી દ્વારા જુદી-જુદી યોજનાઓ અંતર્ગત વિસ્તરણ તેમજ વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. દર વર્ષે કિસાન શિબિર, વન સંશોધન શિબિર, પ્રાકૃત્તિક શિક્ષણ શિબિરોનું આયોજન કરવામાં આવે છે.  વર્ષ ૨૦૧૮-૧૯માં કુલ ૪ કિસાન શિબિર, ૩૦ વન સંશોધન શિબિર, ૧૦ પ્રાકૃત્તિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૯-૨૦માં  કુલ ૪ કિસાન શિબિર, ૨૫ વન સંશોધન શિબિર, ૧૦ પ્રાકૃત્તિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૩ કિસાન શિબિર, ૨૫ ફોરેસ્ટ રિસર્ચ શિબિર, ૧૦ પ્રાકૃત્તિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૩ કિસાન શિબિર, ૨૫ ફોરેસ્ટ રિસર્ચ શિબિર, ૧૦ પ્રાકૃત્તિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ.  સામાજિક વનીકરણ વિભાગ અમરેલી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં જુદાં-જુદાં ગામોમાં કુલ ૯ વન કુટિર અને કુલ ૧,૪૧૪ ખુલ્લા કુવાઓને પેરાપીટ વોલ બાંધકામ કરવામાં આવ્યું છે. લાભાર્થીઓને અનેકવિધ લાભોથી લાભાન્વિત  કરવામાં આવ્યા છે. અમરેલી સામાજિક વનીકરણ વિભાગ  દ્વારા જિલ્લામાં પ્રાકૃત્તિક બાબતોને અને પ્રકૃત્તિ સંરક્ષણને લઈને સતત કામગીરી કરવામાં આવી રહી છે.

Related Posts