રાષ્ટ્રીય

“દર ૨ કલાકે રિપોર્ટ મોકલો, તમામ રાજ્યોને સૂચના અપાઈ” : કોલકાતાની ઘટના બાદ ગૃહ મંત્રાલયનો ર્નિણય

કોલકાતાની ઘટના બાદ ગ્રુહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દર બે કલાકે રાજ્યનો કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ મોકલવા જણાવ્યું કોલકાતાના ડોક્ટર રેપ અને મર્ડર કેસ મામલે હવે ગૃહ મંત્રાલય કડક કાર્યવાહી કરી રહી છે. ડોક્ટરોના વિરોધ વચ્ચે મંત્રાલયે મોટું પગલું ભર્યું છે. તમામ રાજ્યો પાસેથી દર બે કલાકે કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કલકત્તાની ઘટના બાદ ગૃહ મંત્રાલયે આ ર્નિણય લીધો છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દર બે કલાકે રાજ્યની કાયદો અને વ્યવસ્થાનો રિપોર્ટ કેન્દ્રીય ગૃહ વિભાગને મોકલશે. ગૃહ મંત્રાલયના આદેશ બાદ રાજ્યોની પોલીસે શુક્રવારે સાંજે ૪ વાગ્યાથી કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કંટ્રોલ રૂમને ઈમેલ, ફેક્સ અને વોટ્‌સએપ દ્વારા અપડેટ્‌સ મોકલવાનું શરૂ કરી દીધું છે.

કોલકાતાની આરજી કર કોલેજ અને હોસ્પિટલમાં થયેલી ભયાનક ઘટના બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઠેર ઠેર તબીબો અને લોકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. તેઓ સતત વિરોધ કરી રહ્યા છે અને હડતાળ પર છે. ત્યારે આ સમગ્ર મામલે ગૃહ મંત્રાલયે કાયદા વ્યવસ્થાનો દર ૨ કલાકનો રિપોર્ટ માંગ્યો છે. કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં ૯ ઓગસ્ટે બનેલી ઘટનાએ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. પીડિતાને ન્યાય મેળવવા માટે સંઘર્ષ ચાલુ છે. જુદા જુદા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. દેશભરના તબીબો હડતાળ પર છે.

શનિવારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશને ૨૪ કલાકની હડતાળનું એલાન આપ્યું હતું. આ દરમિયાન ઘણા રાજ્યોની આરોગ્ય સેવાઓ પ્રભાવિત થઈ હતી. ઈમરજન્સી સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહી હતી. ૯ ઓગસ્ટની ઘટના પછી, ૧૩-૧૪ ઓગસ્ટની વચ્ચેની રાત્રે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં હિંસા ફાટી નીકળી હતી. ઘટનાના વિરોધમાં તબીબો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન હજારો લોકોનું ટોળું હોસ્પિટલમાં ઘૂસી ગયું હતું અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન પથ્થરમારો પણ થયો હતો.

ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. ટીયર ગેસના શેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૨૫થી વધુ લોકોની ધરપકડ કરી છે. બાકીની શોધખોળ ચાલુ છે. પોલીસે તમામ સામે ગુનો નોંધ્યો છે. ઝ્રમ્ૈં કોલકાતાના ડૉક્ટર રેપ મર્ડર કેસની તપાસ કરી રહી છે. પહેલા આ તપાસ કોલકાતા પોલીસ કરી રહી હતી પરંતુ હાઈકોર્ટના આદેશ બાદ આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સીબીઆઈએ અત્યાર સુધીમાં આ ઘટના સાથે જાેડાયેલા ૧૦થી વધુ લોકોના નિવેદન નોંધ્યા છે. પીડિતાના પરિવારે તપાસ એજન્સીને કેટલાક નામ પણ સૂચવ્યા છે. પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ સહિત કુલ ૩૦ લોકો સીબીઆઈના રડાર પર છે.

Related Posts