fbpx
અમરેલી

દલવાઈ કમિટીના અહેવાલ ભલામણો નો અમલ નહિ. ટમેટા ઉગાડનાર ખેડૂતો ને પડતર કિંમત પણ મળતી નથી ઉત્પાદક થી ઉપભોગતા સુધી કોલ્ડ ચેઈન આધુનિક પેક હાઉસ અને પુલિંગ પોઈન્ટની સાથે ગામમાંથી પરિવહન વ્યવસ્થા સુધી નો અભાવ

ટમેટા ની કિંમતે આખા દેશ માં હાહાકાર મચાવ્યો ગ્રાહક બાબત ના વિભાગ પ્રાઇસ મોનિટરીગ ડિવિઝન અનુચાર તેનો વધુ માં વધુ ભાવ ૧૨૨ રૂપિયા સુધી પહોંચી ગયો હતો પરંતુ વ્યકિગત ખેડૂત ખોટ કરી ટમેટા વેચવા મજબૂર છે આ સિઝન માં ટમેટા ઉગાડનાર ખેડૂતો ને પડતર કિંમત પણ મળી નથી ખેડૂતો ની આવક બમણી કરવાની ભલામણ કરનારી દલવાઈ કમિટી ની રિપોર્ટ માં બટાકા ડુંગળી ની સાથે સાથે ટમેટા ના યોગ્ય ખરીદ વેચાણ કરવા તથા ખેડૂતો ની સુવિધા માટે ઘણી ભલામણો કરવામાં આવી હતી 

આંધ્રપ્રદેશ ના ચિત્તૂર જિલ્લાના ખેડૂત મોહન રેડ્ડી, ચૌડેપલ્લેમાં ખેડૂત ઉત્પાદક સંગઠન ચલાવે છે, તેઓ ડાઉન ટુ અર્થ ને કહે છે. કે, જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીની સિઝનમાં તેમણે ૩ રૂપિયા પ્રતિ કિલો સુધી ટામેટાં વેચ્યાં છે. ગરમીની ઋતુમાં ટામેટાંના ભાવ વધ્યા હતા,. છતાં તેમનાં ટામેટાં ખાનગી વેપારીઓએ માત્ર ૮થી ૧૦ રૂપિયામાં જ ખરીદ્યા હતા. મોહન રેડ્ડી કહે છે, પ્રતિ એકર ટામેટાં ઉગાડવાનો ખર્ચ રૂ. ૨થી ૩ લાખ છે. જો આપણે કિલોમાં વાત કરીએ તો પ્રતિ કિલો ટામેટાં ઉગાડવાનો ખર્ચ રૂ. ૮થી ૧૦ છે. અમે ખર્ચ પણ વસૂલ કરવા સક્ષમ નથી. કર્લ લીફ વાયરસ દ૨ વર્ષે પ્રબળ બની રહ્યો છે. અને ટામેટાંના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ વર્ષે પણ આ વાયરસથી ટામેટાંના પાકને નુકસાન થયું છે.

ટામેટાં વેપારીઓને બૉક્સમાં વેચવામાં આવે છે, એક બૉક્સમાં લગભગ ૧૫ કિલો ટામેટાં હોય છે. આ દિવસોમાં વધેલી કિંમતો પાછળ સીઝનની અવધારણા ગણાવવામાં આવી રહી છે. દેખાઈ નહીં. ફેડરેશન ઑફ ફાર્મર્સ ઍસોસિએશનના પ્રમુખ પી એંગલ રેડ્ડીએ ડાઉન ટુ અર્થને જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓ ટુ દરમ્યાન વરસાદને કારણે દક્ષિણ ભારતમાં ટામેટાંનો ધણો પાક નાશ પામ્યો છે, જેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ખેડૂતોને માર્કેટયાર્ડમાં ટામેટાંનો ૧૦ રૂપિયા પ્રતિ કિલોનો મહત્તમ ભાવ મળવા પામ્યો છે પાક નિષ્ફળ જવાના કારણે છેલ્લા અઠવાડિયે જ ટમેટા ના છૂટક ભાવ માં વધારો થયો છે જે આગામી દસ પંદર દિવસ માં સામાન્ય થઈ જશે 

ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સ ખાતે પ્રાઇસ મોનિટરિંગ ડિવિઝનના સંયુક્ત નિયામક લાલરામ દિનપુઇ રેન્થલીએ જણાવ્યું હતું કે, “તે એક ઋતુગત બાબત છે. દર વર્ષે, જ્યાં સુધી નવી આવકો ન આવે ત્યાં સુધી, આ સિઝનમાં ટામેટાંના ભાવમાં વધારો થાય છે. અનિયમિત વરસાદને કારણે ટામેટાંના પાકને નુકસાન થયું છે. જો કે, નવા પાકના આગમન સાથે, ભાવ સામાન્ય થઈ જશે

દલવાઈ કમિટીના અહેવાલ મુજબ, ૫૮ ટકા ટામેટાં ખેડૂતો ખાનગી વેપારીઓને વેચે છે. પ્રોસેસર્સ ખેડૂતો પાસેથી ટામેટાં ખરીદતા નથી. આ ખરીદીમાં ન તો સહકારી સંસ્થાઓ કે ન સરકારની એજન્સીઓ રસ દાખવે છે. આથી ખેડૂતને ટામેટાંનો પાક ખાનગી કંપનીઓને વેચવાની ફરજ પડી છે. ટામેટાં જલદી બગડી જાય એવો પાક છે એટલે તેને બહુ ટૂંકા ગાળામાં વેચવાં પડે છે. દલવાઈ કમિટીના અહેવાલ મુજબ, ટામેટાંને મોટા પ્રમાણમાં વપરાશ માટે સંવેદનશીલ ઉત્પાદન ગણાવીને તેની આવક અને નુકસાન પર વિશેષ ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં ટામેટાં માટે સપ્લાય ચેઈનને મજબૂત કરવાનું કહેવામાં આવ્યું હતું. આ માટે ઓપરેશન ગ્રીન પણ ચલાવવામાં આવ્યું હતું, જેમાં ખેતરમાંથી વસ્તુઓ સીધી ગ્રાહક સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તેની અસર

દલવાઈ કમિટીના અહેવાલ અને ભલામણો અનુસાર, કોલ્ડ ચેઈન, આધુનિક પેક હાઉસ અને પુલિંગ પોઈન્ટની સાથે ગામમાંથી પરિવહન વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર બહુ ધ્યાન આપવામાં આવ્યું નથી, તેમ જ એવી કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ નથી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો તથા સંસ્થાઓ અને કૃષિ યુનિવર્સીટી ઓના સભ્યો સામેલ થઈ ને દરેક ઋતુ માં ટમેટા જેવા પાકો અંગે આગોતરું માર્ગદર્શન આપે ઉત્પાદન વર્ષ ૨૦૨૧ /૨૨ માં ૨૦-૬૯ મિલિયન ટન ટમેટા થયા હતા જ્યારે ૨૦૨૨/૨૩ માં માત્ર ૨૦-૬૨ મિલિયન ટન ટમેટા નો અંદાજ છે આગામી ૧૫ થી ૨૦ દિવસ માં ટમેટા નો ભાવ ઘટી શકે છે પરંતુ ખેડૂતો ખર્ચ કાઢવા માં પણ અસમર્થ સાબિત થઈ રહ્યા છે સૌજન્ય ડાઉન ટુ અર્થ વિવેક મિશ્રા લોકસ્વરાજ અનુ

Follow Me:

Related Posts