દલિત નેતાના વિવાદિત નિવેદન આપ્યા બાદ પોલીસે કરી લીધી ધરપકડ
તેલંગણામાં એક દલિત નેતાએ સંવિધાન નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકર વિરુદ્ધ વિવાદીત ટિપ્પણી આપી છે. રાષ્ટ્રીય દલિત સેનાના સંસ્થાપક કહેવાતા દલિત નેતા હમારા પ્રસાદે એક વીડિયો જાહેર કરીને કહ્યું કે, જાે ડૉ. આંબેડકર આજે જીવતા હોત તો તેઓ એવી જ રીતે ગોળી માર દેતા, જેવી રીતે ગોડસેએ ગાંધીજીને મારી હતી. હમારા પ્રસાદના નિવેદનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પોલીસે આરોપી દલિત નેતાની ધરપકડ કરી લીધી છે. વીડિયોમાં હમારા પ્રસાદે આંબેડકરની બુક રીડલ્સ ઈન હિન્દુઈઝ્મને ળઈને આ ટિપ્પણી કરી છે. આરોપીએ ડો. આંબેડકર પર હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તેલંગણાના બહુજન સમાજ પાર્ટીના નેતા આરએસ પ્રવીણ કુમારે આ વીડિયોને શેર કરતા આરોપી હમારા પ્રસાદ વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવાની માગ કરી છે. ત્યાર બાદ હૈદરાબાદ પોલીસે હમારા પ્રસાદ વિરુદ્ધ આપીસીની કલમ ૧૫૩એ અને ૫૦૫ (૨) અંતર્ગત ફરિયાદ નોંધાવી છે અને તેની ધરપકડ કરી છે. પોલીસ આ મામલે આરોપી સાથે પુછપરછ કરી રહી છે.
Recent Comments