ગુજરાત

દલ્હી ના.મુખ્યમંત્રી સિસોદિયા આવતીકાલે સુરત આવશેઃ મોટા ઉદ્યોગપતિ આપમાં જાેડાય તેવી ચર્ચા

૨૦૨૨ની ચૂંટણી પહેલા ગુજરાતમાં વ્યાપ વધારવા આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. પત્રકાર બાદ હવે ઉદ્યોગ જગત સાથે જાેડાયેલા લોકો પર આપની નજર છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયા આવતીકાલે સુરત આવશે. ડાયમંડ અને રિયલ એસ્ટેટ સાથે જાેડાયેલા અને સમાજ સેવા કરતા મોટા ચહેરાને આપમાં જાેડે તેવી શક્યતા છે. સુરતમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ હોવાથી પાટીદાર સમાજનો મોટો ચેહરો આપમાં જાેડાય તેવી શક્યતા છે.

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આમ આમદી પાર્ટીમાં જાેડાઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન જાેરશોરમાં ચાલી રહ્યું છે. પાર્ટી વિધાનસભાની ચૂંટણીમાં લડી લેવાના મૂડમાં છે. આ તકે પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ તંત્રી ઈસુદાને આજે એક ટ્‌વીટ કર્યુ હતું, ઈસુદાને પોતાના ટ્‌વીટમાં લખ્યું, ‘મિત્રો હવે રાહ શેની જુવો છો ,કરો આજે જ મિસ્ડ કોલ અને જાેડાવો આમ આદમી પાર્ટી સાથે ..ગુજરાત ને ભષ્ટ્રાચાર મુક્ત બનાવવા આપણે સૌ એ પોતાની શક્તિ પ્રમાણે મહેનત કરવી પડશે.

Follow Me:

Related Posts