દવાઓ વગર સ્માર્ટ દેખાવા ફોલો કરો આ ટિપ્સ, લોકો જોતા રહી જશે તમારી સામે
સ્માર્ટ દેખાવા માટે આજકાલ અનેક લોકો નવી-નવી રીતો અપનાવતા હોય છે. સ્માર્ટનેસના ચક્કરમાં છોકરીઓ અનેક કેમિકલવાળી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય છે. પણ તમને જણાવી દઇએ કે જો તમે પણ આવી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો તો લાંબા ગાળે તમારી સ્કિનને અનેક ઘણું નુકસાન થાય છે.
જો તમે પણ સ્માર્ટ દેખાવા માટે આ બધી બ્યુટી ટ્રિટમેન્ટનો ઉપયોગ કરતા હોવ તો તમારે સાવધાન થવાની જરૂર છે. આમ, જો તમે તમારા રૂટિનમાં આ બધી સિસ્ટમને ફોલો કરો છો તો તમારી સ્કિન આપોઆપ ગ્લો કરવા લાગશે અને સાથે તમારી સ્માર્ટનેસમાં પણ વધારો થશે.
- સ્માર્ટ દેખાવા માટે તમે દરરોજ પરસેવો પાડો. આ માટે દોડવા જાવો, ચાલવા જાવો તેમજ એવું કોઇ કામ કરો જેમાં તમને પરસેવો પડે. જો તમે સૂર્ય નમસ્કાર કરો છો તો તમારા શરીરમાંથી અનેક પરસેવો પડે છે જેના કારણે તમારી સ્કિન આપોઆપ ગ્લો કરવા લાગે છે.
- દિવસ દરમિયાન એક કલાક યોગ કરો. જો તમે રેગ્યુલર યોગ કરો છો તો તમારી સ્કિન પર મસ્ત ગ્લો આવે છે. યોગ કરવાથી ફિગર પણ મસ્ત બને છે.
- પોતાની જાત માટે સમય પસાર કરો. બીજા માટે વિચારવાનું છોડી દો. આ સાથે જ સ્ટ્રેસ ઓછો લો. જો તમે સ્ટ્રેસ ઓછો લેશો તો તમારો ચહેરો આપોઆપ જ નિખરવા લાગશે અને તમે અનેક બીમારીઓમાંથી બચશો.
- અઠવાડિયામાં એક વાર જરૂર મસાજ કરો. મસાજ કરવાથી સ્કિન પર મસ્ત ગ્લો આવે છે. મસાજ કરવાથી ચહેરા પર મસ્ત ગ્લો આવે છે અને તમે રિલેક્સ ફિલ કરો છો. મસાજ કરવાથી તમારો સ્ટ્રેસ લેવલ પણ ઘટે છે. આમ, જો તમે નોકરી કરો છો અને દરરોજ મસાજ કરવાનો સમય મળતો નથી તો અઠવાડિયામાં એક વાર અચુક મસાજ કરો જેથી કરીને તમારો ફેસ મસ્ત રહે.
Recent Comments