fbpx
ગુજરાત

દશામાની મૂર્તિની સ્થાપના અને વિસર્જન ઘરમાં જ કરના અપિલ

રાજ્યમાં કોરોનાના કેસો ઘટી ગયા છે, જેથી સરકાર દ્વારા લગાવેલાં નિયંત્રણો ધીમે ધીમે હટાવી દેવામાં આવ્યાં છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને પણ સરકારે કેટલાક નિયમ બનાવ્યા છે. આગામી ૮મી ઓગસ્ટથી દશામાના તહેવારો પ્રારંભ થવાના છે. દશામાની મૂર્તિઓ નદીમાં અને કૃત્રિમ કુંડ બનાવીને વિસર્જન કરવામાં આવે છે, પરંતુ કોરોના મહામારીને કારણે આ વર્ષે પણ સાબરમતી નદીમાં કે કૃત્રિમ કુંડોમાં મૂર્તિ વિસર્જન નહિ કરી શકાય. શ્રદ્ધાળુઓએ દશામાની મૂર્તિની સ્થાપન અને વિસર્જન ઘરમાં જ કરવાનું રહેશે તેમજ વ્યક્તિઓ કે ટોળામાં શોભાયાત્રા-સરઘસ કાઢીને મૂર્તિનું વિસર્જન ન કરે એવી અપીલ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

અમદાવાદ શહેર પોલીસના વિશેષ શાખાના એસીપી આઈ.જે પટેલે ડ્ઢૈદૃઅટ્ઠ મ્રટ્ઠજાટ્ઠિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ વર્ષે કૃત્રિમ કુંડો બનાવવામાં આવ્યા નથી અને સાબરમતી નદીમાં લોકો દશામાની મૂર્તિઓ વિસર્જન નહિ કરી શકે. મૂર્તિની ઘરે જ સ્થાપના કરવાની રહેશે તેમજ વિસર્જન પણ ઘરમાં કરવામાં આવે એવી પોલીસની લોકોને અપીલ છે.

અમદાવાદ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે અને તેની ગાઈડલાઈન્સનું પાલન કરવું જરૂરી છે. આગામી ૮ ઓગસ્ટથી ૧૭ ઓગસ્ટ સુધી દશામાના વ્રત ચાલશે. વર્ષોથી દશામાની મૂર્તિઓ સાબરમતી નદીમાં વિસર્જન કરવામાં આવે છે. ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ અલગ અલગ જગ્યાએ કૃત્રિમ કુંડો ઊભા કરવામાં આવે છે. જાેકે આ વર્ષે પણ કોરોનાના કારણે ગત વર્ષની જેમ આ વર્ષે કૃત્રિમ કુંડો બનાવવામાં આવશે નહિ કે સાબરમતી નદીમાં મૂર્તિઓ વિસર્જન કરી શકશે નહીં.

Follow Me:

Related Posts