દશેરાના દિવસે ફાફડા-જલેબી માટે શહેરમાં નાની-મોટી દુકાનો અને સ્ટોલ પર લાંબી લાંબી લાઈનો જાેવા મળી હતી. એક વેપારીના જણાવ્યા મુજબ શહેરમાં ૫૦૦ કરોડની કિંમતના ૧ લાખ કિલો ફાફડા-જલેબીનું વેચાણ થયું છે. આશ્રમ રોડ, એસજી હાઈવે, વિજય ચાર રસ્તા સહિતની જાણીતી દુકાનો પર લોકોની લાંબી-લાંબી લાઈનો જાેવા મળી હતી. જુદા જુદા વિસ્તારમાં ફાફડા જલેબીની ખરીદી માટે લોકોને ઓછામાં ઓછો ૧ કલાક લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. દશેરાના એક દિવસ પહેલા એટલ કે રાતથી લોકોએ ગરબા રમીને રાત સુધી ફાફડા જલેબની જયાફત ઉડાવી હતી. જ્યારે દશેરાએ સવારથી લોકોએ ખરીદી માટે ઉમટી પડ્યાં હતા. રો-મટીરિયલ મોંઘું થતાં દર વર્ષ કરતા આ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો થયો હોવાનું વેપારીઓ જણાવ્યું હતું. ઈન્કમટેકસ ખાતે આવેલા ઓસ્વાલ સ્વીટમાં સવારથી દશેરાની રાત સુધી લોકોની ભીડ રહી હતી. જલેબી-ફાફડાના ભાવમાં થયેલા વધારા પાછળ રો-મટીરિયલ તેમજ લેબરના ભાવમાં થયેલા વધારો એક કારણ છે.
દશેરાના દિવસે અમદાવાદીઓ ફાફડા લેવા લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા

Recent Comments