‘દસવી’ ફિલ્મ તાજેતરમાં ર્ં્્ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે, પરંતુ ફિલ્મને લઈને પહેલાથી જ ઘણી ચર્ચા થઈ રહી છે. ખૂબ જ મનોરંજક હોવા ઉપરાંત, ફિલ્મ એક શાનદાર પ્રદર્શન પણ રજૂ કરે છે. આ ફિલ્મમાં અદભૂત અભિનય બદલ યામી ગૌતમને તેના પરિવાર, મિત્રો અને તેની ટીમ તરફથી ઘણો પ્રેમ અને સારા પ્રતિભાવો મળ્યા છે. ‘દસવી’માં તેના જબરદસ્ત પ્રદર્શન સાથે યામીની જીતનો સિલસિલો યથાવત રહ્યો છે. તેણીની અગાઉની રિલીઝ ‘એ થર્સડે’માં, યામીને દર્શકો અને વિવેચકો દ્વારા તેજસ્વી પાત્ર રજૂ કરવા માટે ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. એવું કહી શકાય કે યામીની કારકિર્દીનો ગ્રાફ તેના પસંદ કરેલા પ્રોજેક્ટ્સને કારણે જ ઝડપથી આગળ વધી રહ્યો છે.
‘દસવી’ ફિલ્મ માટે યામીને તેના પરિવાર અને મિત્રો તરફથી મળેલો પ્રતિસાદ તેના માટે ખૂબ જ ખાસ હતો. આ વિશે વાત કરતાં યામીએ કહ્યું કે, ”મને આ ફિલ્મમાં હરિયાણવી કોપની ભૂમિકા ભજવવાની ખૂબ જ મજા આવી અને મારા અભિનય માટે મને મળેલા પ્રારંભિક પ્રતિસાદથી હું ખુશ છું. મારો પરિવાર, મારી ટીમ અને થોડા મિત્રો, જેઓ હંમેશા મારી સાથેના તેમના અભિપ્રાય પ્રત્યે પ્રામાણિક હોય છે, તેઓએ થોડા દિવસો પહેલા આ જાેયું અને મને આનંદ છે કે તેઓ આખી ફિલ્મ દરમિયાન મારા પાત્ર સાથે નિશ્ચિતપણે જાેડાયેલા રહ્યા. હવે દર્શકો તેના વિશે શું કહે છે તે સાંભળવા માટે હું ઉત્સાહિત છું. મેં કંઈક ખૂબ જ અલગ કરવાનો પ્રયાસ કર્યો છે અને એક અભિનેતા તરીકે, મને તે કરવાથી એક કિક આઉટ મળે છે.” યામી ગૌતમ પાસે હાલમાં ર્ંસ્ય્૨, ધૂમ ધામ અને અન્ય કેટલાક એવા રોમાંચક પ્રોજેક્ટ છે જેની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી.
આ એવા પ્રોજેક્ટ છે, કે જે ખૂબ જ મોટા બજેટમાં બનવા જઈ રહ્યા છે. અભિનેત્રી યામીના ચાહકો તેને ફરી એકવાર સિલ્વર સ્ક્રીન પર પોતાના અભિનયનો જાદુ પાથરતી જાેવા માટે ખૂબ ઉત્સુક છે.બૉલીવુડની ‘ક્યૂટ’ ગણાતી અભિનેત્રી યામી ગૌતમની કારકિર્દીમાં આવું પ્રથમ વખત થયું છે કે તેણીએ સ્ટીરિયોટાઇપ્સ તોડવાની આશા સાથે ‘દસવી’ ફિલ્મમાં પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં, દિગ્દર્શક તુષાર જલોટાએ રેકોર્ડ પર કબૂલ્યું છે કે કેવી રીતે યામી આ ફિલ્મની ભૂમિકા માટે તેમની પ્રથમ અને એકમાત્ર પસંદગી હતી. અભિનેત્રી યામી ગૌતમ ધાર આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મો છે પરંતુ તે તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘દસવી’ને લઈને ઘણી ચર્ચામાં છે.
Recent Comments