દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુભાઇ જમનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
કોરોનાનો કહેર હજુ ઓછો થયો નથી. આજે પણ આ વાયરસ આપણા જીવનમાંથી ગયો નથી. રાજ્યમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે, ત્યારે આ વાાયરસથી સામાન્ય જનતાની સાથે નેતાઓ પણ બચી શક્યા નથી. આપને જણાવી દઇએ કે, હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુ જમનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, દસ્ક્રોઇનાં ધારાસભ્ય બાબુભાઈ જમનાએ કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો, જેમા તેઓ પોઝિટિવ આવ્યા છે. જે બાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે.
Recent Comments