ગુજરાત

દહેગામથી વૃદ્ધ સંચાલિત જુગારધામથી ૪ જુગારીઓ ૧૦ હજારની રોકડ સાથે ઝડપાયા

દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરીઓમ સોસાયટીમાં ૬૬ વર્ષીય વૃદ્ધ દ્વારા ચલાવવામાં આવતાં જુગાર ધામ ઉપર દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ કરીને ચાર જુગારીઓને ૧૦ હજારની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા છે. જ્યારે એક જુગારી ઘરની રૂમના પાછળ દરવાજેથી ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં ૬૬ વર્ષીય કનુભાઈ મંજીભાઈ પ્રજાપતિ પોતાના મકાન નંબર – ૧૧ માં ઘણા સમયથી બહારથી જુગારીઓને બોલાવી જુગાર ધામ ચલાવતો હોવાની દહેગામ પોલીસને બાતમી મળી હતી. જેનાં પગલે પીઆઈ બી બી ગોયલની ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડયો હતો. પોલીસને જાેઈને કુંડાળું વળીને જુગાર રમતાં જુગારીઓએ ગંજીપાના નાખી દીધા હતા. જ્યારે એક ઈસમ રૂમના પાછળના દરવાજાથી પતરાવાળા ભાગથી નાસી ગયો હતો. બાદમાં પોલીસે જુગારીઓની અંગઝડતી અને દાવ પરથી ૧૦ હજાર ૨૦૦ ની રોકડ, જુગારનું સાહિત્ય જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Posts