દહેગામના કડાદરા ગામને જ્યારે ઉજ્જવલા યોજના થકી ૧૦૦ ટકા કામગીરી બદલ અભિનંદન પત્ર એનાયત કરાયો છે ત્યારે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓની ” મેરી કહાની મેરી જુબાની”
સવારથી ઉઠી અન્ય કામ પડતા મૂકી પહેલા ચૂલો ફૂંકવો, ધુમાડાથી આંખો બળવી અને છતાંય કામમાં મોડું થવું! આ રોજની તકલીફથી સરકારની ઉજ્જવલા યોજનાએ છુટકારો અપાવ્યો – લીલાબેન રાઠોડ
ઉજ્વલા યોજના માત્ર એક યોજના નહીં એક સુવિધા ની સાથે સાથે સમયનો બચાવ પણ છે – જનકબેન રાઠોડ
(જી.એન.એસ),તા.૦૭“સરકારનો અડગ નિર્ધાર, નાગરિકોને ઘરે બેઠા મળી યોજનાઓ થકી સુખ સુવિધાઓની વણઝાર” આ વાતને સાર્થક કરતી ઉજ્વલા યોજના થકી આજે ગામે ગામ મહિલાઓને રાંધણ ગેસની સુવિધા પૂરી પાડતાં ધુમાડાથી થતી તકલીફથી છુટકારો મળ્યો છે, ત્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કડાદરા ગામના વતની જનકબેન જશવંતસિંહ રાઠોડ તથા લીલાબેન રાઠોડ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં હાજર રહી ઉજ્વલાના લાભાર્થી તરીકે પોતાની લાગણી પોતાના શબ્દોમાં રજૂ કરતા જણાવે છે કે, થોડા વર્ષો પહેલા રાંધણ ગેસ એ સામાન્ય નાગરિકો માટે એક સપના સમાન હતો. સવારથી ઉઠી અન્ય કામ પડતા મૂકી પહેલા ચૂલો ફૂંકવો, ધુમાડાથી આંખો બળવી અને છતાંય કામમાં મોડું થવું! આ રોજની તકલીફ બની ચૂકી હતી. એમાંય જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે લાકડા ન પલડે તે માટે તેની આગોતરી સુવિધા કરવી અને જાે ચોમાસાના સમયમાં લાકડા પલળી જાય તો પછી કરવું શું? લાકડા લેવા માટે ઘરથી દૂર ખેતરોમાં કે જંગલોમાં જવું, જેનાથી મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો ઊભા થતા. પરંતુ આમ કર્યા વગર તેમને છૂટકો ન હતો. આ બધા પ્રશ્નોના જવાબ સ્વરૂપે સરકારની ઉજ્વલા યોજના બહેનોના જીવનમાં એક નવી રોશની લઈને આવી.
જનકબેન જણાવે છે કે આજે ઉજ્વલા યોજના થકી મારા ઘરમાં રાંધણ ગેસ છે. જેથી ધુમાડાથી આંખો બળવી, ધુમાડાથી થતી બીમારી કે લાકડા કરવા ખેતરોકે જંગલો સુધી જવાની તકલીફો એ બધાથી તો છુટકારો મળ્યો છે. સાથે સાથે સમયની પણ ઘણી બચત થઈ છે. હવે સવારે ઉઠી ચૂલા ફૂંકવાની મહેનત કરવી પડતી નથી. જેથી સમયની પણ ઘણી બચત થાય છે. બાકીના સમયમાં અમે બીજા કામ કરી શકીએ છીએ. બાળકોના ભણતર પર પણ ધ્યાન આપી શકીએ છીએ.
આજ વાતની પુષ્ટી કરતા લીલાબેન જણાવે છે કે, અન્ય માટે ઉજ્વલા યોજના માત્ર એક યોજના હશે, પણ અમારા જેવી સ્ત્રીઓ માટે ઉજ્વલા યોજના એક સુવિધા ની સાથે સાથે સમયનો બચાવ પણ છે. આજે સમયનો બચાવ કરી અમે આ સમયમાં અમારા બાળકોના ભણતર પર ધ્યાન આપી શકીએ છીએ. આ અમારા માટે સૌથી મહત્વની વાત છે, ઉપરાંત અમે વહેલા પરવારી ભરત ગૂંથણ જેવી મનગમતી પ્રવૃત્તિ કરી અમારા કૌશલ્યને પણ ઉજાગર કરી શકીએ છીએ. બંને બહેનો એક સંતોષના સ્મિત સાથે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરતા વધુમાં જણાવે છે કે, જ્યાં એક યોજનાનો લાભ લેવા માટે પહેલા મહિનાઓ વર્ષો નીકળી જતા ત્યાં આજે ઘર બેઠા અમને ઉજ્વલા યોજનાઓ સિવાય નલ સે જલ, કિસાન સન્માન યોજના, હર ઘર શૌચાલય જેવી સુવિધાઓ મળી છે જે અમે ક્યારેય સ્વપ્નમાં નહોતું વિચાર્યું તેવા પાકા ઘરનું સ્વપ્ન પણ પૂર્ણ થયું છે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાને આભારી છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન ગરીબ અને મધ્યમ પરિવારના લોકોના સપના પૂરા કરતી યોજનાઓ થકી આવતી તેમના ચહેરા પરની મુસ્કાન એજ સંકલ્પ યાત્રાની સફળતાની પરિભાષા છે.
Recent Comments