દહેગામ તાલુકાના લવાડમાં રાબેતા મુજબની જેમ બે ભાઈઓ તાળું માર્યા વિના ઘરને રેઢિયાળ મૂકીને પરિવાર સાથે માંમેંરાના પ્રસંગે ગયા હતા. ત્યારે ચોરી કરવાનું ખુલ્લું આમંત્રણ મળ્યું હોય એમ તસ્કરોએ બંનેના ઘરો ઘૂસીને સોના ચાંદીના દાગીના, રોકડ રકમ મળીને કુલ રૂ. ૧.૮૦ લાખનો મુદામાલ સફાચટ કરી નાસી જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામના લવાડ સધી મેલડી સતનો દરબાર ફાર્મ હાઉસ ખાતે નટવરસિંહ ઉર્ફે ગોપાલસિંહ મનહરસિંહ ચૌહાણ અને તેમના નાના ભાઈ મહેન્દ્રસિંહ પોત પોતાના પરિવાર સાથે રહે છે.
ખેતી કામ કરતા ભાઈઓ દિવસ દરમ્યાન કામ અર્થે જાય ત્યારે ઘરને તાળું મારતાં નથી. ત્યારે તા. ૨૫ મી જાન્યુઆરીના રોજ બંને ભાઈઓ પરિવારજનો સાથે તલોદનાં સવાપુર ગામે ભાણેજના લગ્નનું મામેરૂ લઇને ગયા હતા. ગયેલા હતા. અને સાંજના પ્રસંગ પતાવીને ઘરે પરત ફર્યા હતા. જ્યાં ઘરના દરવાજા ખુલ્લા જાેઈને તેઓને અંદાજ આવી ગયો હતો કે ઘરમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો છે. બાદમાં ઘરની અંદર જઈને તપાસ મુખ્ય રૂમમાં રાખેલ તિજાેરીના દરવાજા ખુલ્લા હતા. અને તીજાેરીનો સમાન અસ્ત- વ્યસ્ત પડેલ હતો અને તિજાેરીના ડ્રોવર પણ ખુલ્લા હતા.
જેમાંથી ૫૦ હજાર ગાયબ હતા. તો ગામના ભરવાડ દેવાભાઇએ અહીં રાખેલો પટારો તથા પતરાના પીપડાનાં નકુચા તોડી અંદરનો સામાન બહાર કાઢી રૂ. ૨૫ હજાર રોકડા ચોરાઈ ગયાનું વધુમાં માલુમ પડયું હતું. જ્યારે તેમના નાના ભાઈ ઘરમાંથી પણ પતરાની પેટીમાં રાખેલ સોનાની પ્લેન ડિઝાઈનની ચેઇન નંગ-૧, સોનાનું લોકેટ, એક જાેડ ચાંદીના કડલા ઉપરાંત ઘરમાં રાખેલ વસ્તાભાઇ જલાભાઇ ભરવાડે રાખેલ પટારો તથા તિજાેરી તોડી અંદરથી ૧૫ હજારની રોકડ પણ ચોરી થઈ હતી. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments