ગુજરાત

દહેગામના સાણોદામાં ૧૨ વર્ષની કિશોરીને સાપે દંશ દેતાં મોત થયું

દહેગામના સાણોદામાં દંપતી મજૂરી અર્થે ગયું હતું. ત્યારે સ્કૂલથી છૂટીને ઘરે આવેલી ૧૨ વર્ષની પુત્રીએ હોમવર્ક કરવા બેઠી હતી. અને ઘરના એક ખુણામાં શાળાની ચોપડી લેવા માટે કિશોરી ગઈ હતી. એજ વખતે છુપાઈને બેઠેલા ઝેરી સાપે દંશ મારતાં કિશોરીનું દુઃખદ મોત થતાં પરિવારમાં શોક વ્યાપી જવા પામ્યો છે. દહેગામના સાણોદામાં રહેતા ભરતસિહ ચૌહાણની દીકરી માહી સાણોદા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ- ૭ માં ભણતી હતી. સાણોદામાં શાળા બે પાળીમાં ચાલતી હોવાથી માહી બપોરે એક વાગે જ શાળામાંથી છુટીને ઘરે આવી ગઈ હતી.

માહીની માતા મજૂરી કામે ગયા હતા તેમજ તેના પિતા પણ ઘરે હાજર નહોતા. સાંજે માહી ઘરે શાળાનુ લેશન કરતી હતી ત્યારે ઘરમાં એક જગ્યાએ પડી રહેલી કોથળીઓ ઉપર તેની શાળાની ચોપડી લેવા ગઇ હતી.ત્યારે જ પાછળ સંતાઇ રહેલો સાપએ એકદમ ફૂંફાડો મારીને માહીને દંશ દીધો હતો. જેનાં પગલે માહીએ બુમાબુમ કરી મુકતા પાડોશીઓ દોડી આવ્યા હતા. અને માહીને દહેગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબે માહીને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તૂટી પડયું હતું.

Follow Me:

Related Posts