ગુજરાત

દહેગામ અમદાવાદ હાઈવે પરથી કારમાંથી દારૂના જથ્થા સાથે ૧૨ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો

પોલીસે બે આરોપીની ધરપકડ કરી ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી સ્ટેટ મોનીટરીંગ સેલ(એસએમસી)ના અધિકારીઓને માહિતી મળી હતી કે દહેગામ અમદાવાદ હાઈવે પરના પદ્માવતી ફાર્મ પાસે સોનાદ્રા નજીકથી કેટલાક શખ્સો કારમાં દારૂનો જથ્થો લઈને જવાના છે. જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. બાદમાં પોલીસે કાર અટકાવીને તપાસ કરતા તેમાંથી રૂ.૧,૯૭,૫૯૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ, કાર, મોબાઈલ અને રૂ,૮,૦૦૦રોકડા મળીને કુલ રૂ. ૧૨,૧૫,૫૯૫ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના કાર ડ્રાઈવર નરસિંગરામ જાટ અને ક્લીનર ચોખારામ ટી. જાટની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર તથા અમદાવાદમાં મણીનગરમાં દારૂની ડિલીવરૂ લેનારા શખ્સ સહિત ચાર જણાની શોધ હાથ ધરી છે.

Related Posts