fbpx
ગુજરાત

દહેગામ બાયડ રોડ ઉપર કારમાંથી વિદેશી દારૃ-બીયરનો જથ્થો ઝડપાયો, ૩.૮૮ લાખનો મુદામાલ જપ્ત કર્યો

દહેગામ બાયડ રોડ ઉપર પૂર્વ બાતમીના આધારે રખીયાલ પોલીસે નંબર પ્લેટ વિનાની એક્સયુવી કારનો પીછો કરીને ૭૪૪ નંગ વિદેશી દારૃ અને બિયરનો જથ્થો ઝડપી પાડી કુલ રૂ. ૩.૮૮ લાખનો મુદામાલ કબ્જે લઈ એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રખીયાલ પોલીસ મથકના ફોજદાર નરેન્દ્રભાઈ મોંઘજીભાઈ ચૌધરી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે બાતમી મળી હતી કે, એક ગ્રે કલરની નંબર પ્લેટ વગરની મહીદ્રા કંપનીની ઠેંફ ૫૦૦ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો મોડાસા થી દહેગામ તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે રખીયાલ બજારમાં સામેત્રી રોડ ઉપર વાહન ચેકીંગ કરી વોચ ગોઠવી દેવાઈ હતી. આ દરમ્યાન થોડીક વારમાં બાતમી મુજબની કાર મોડાસા બાજુથી આવતી દેખાતા તેને ઈશારો કરીને ઉભી રાખવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ તેના ચાલકે ગાડીને દહેગામ તરફ ભગાડી મુકી હતી. આથી પોલીસે ખાનગી વાહનોમાં પીછો કરીને દહેગામ થી બાયડ તરફ જતા રોડ ઉપર હિરા તળાવ ચોકડી પાસે ગાડીને આંતરી લઈ ચાલકને ઝડપી લેવાયો હતો. બાદમાં ગાડીની તલાશી લેતાં અંદર વિદેશી દારૃ અને બિયરની પેટીઓ જાેવા મળી હતી. જાે કે જાહેરમાં દારૂનો જથ્થો ગણવો હિતાવહ નહીં હોવાથી કારને પોલીસ મથકે લઈ જવાઈ હતી. જ્યાં દારૂની ગણતરી કરતા વિદેશી દારૂ અને બિયરનો કુલ ૭૪૪ નંગ જથ્થો હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જે અંગે પૂછતાછ કરતાં ગાડીના ચાલકે પોતાનું નામ ભોંમારામ કિશનરામ હરીરામ જાટ (રહે. ગામ-ભેડ હનુમાનનગર, જાેધપુર રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. જેની પાસે દારૃની પાસ પરમીટ નહીં હોવાથી પોલીસ દારૂનો જથ્થો, મોબાઈલ ફોન તેમજ કાર મળીને કુલ રૂ. ૩.૮૮ લાખનો મુદામાલ જપ્ત કરી ભોંમારામની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Follow Me:

Related Posts