દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા “બીગ બોસ સ્પા”ચાલી રહ્યો હતો દેહવ્યાપાર
ઇન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા વડોદરા વિભાગ , વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ તથા ભરુચ વિભાગ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા નાઓ દ્વારા સ્પા.ની આડમાં ચાલતી દેહ વ્યાપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવાની સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરુચ શહેર એ ડીવીઝન પો.સ્ટે . તથા પો.સ્ટે.ના પોલીસ માણસો પો.સ્ટે . ખાતે હતા તે દરમ્યાન બાતમી મળેલ કે , ‘ શ્રવણ ચોકડી પાસે આવેલ અભ્યુદય આર્કીડમાં આવેલ બીગબોસ સ્પા.ની આડમાં બહારની છોકરી મંગાવી દેહ વ્યાપાર ચલાવે છે . જે બાતમી આધારે એક ખાનગી વ્યક્તિને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી બાતમી હકીકતથી વાકેફ કરી ગ્રાહક તરીકે તૈયાર કરી ઉપરોક્ત બાતમી વાળી જગ્યાએ મોકલી ખાત્રી કરતા ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઇ આવતા ઉપરોક્ત સરનામાં વાળી જગ્યાએ જઈ રેડ કરતા દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ કુલ છ ( ૬ ) યુવતિઓ તથા બિગબોસ સ્પા . નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક હાજર મળી આવતા જરૂરી પુરાવાઓ એકત્ર કરી દુકાન માલીક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . જેઓ વિરુધ્ધ ભરૂચ શહેર “ એ ” ડીવી.પો.સ્ટે , ખાતે ગુ.ર.નં. પાર્ટી બી -૦૪૧૯૮૨૦૨૨ , ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ . ૩,૪,૫,૭ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે . આગામી દિવસોમા ભરુચ શહેર ” એ ડીવી . પો.સ્ટે . ગેરકાયદેસર પ્રવૃત્તીઓને શોધી કાઢવા કટીબધ્ધ છે . કબ્જે કરેલ મુદ્દામાલ ( ૧ ) મોબાઇલ નંગ -૦૨ કી.રૂ .૬૦૦૦ / ( ર ) કાઉન્ટર પરથી મળેલ રોકડા રૂપીયા ૭૫૦૦ / કુલ કિંમત રૂપીયા ૧૩૫૦૦ / પકડાયેલ આરોપી : ( ૧ ) રાકેશ મનુભાઇ વાળંદ રહે – એ / ૮ , વિશ્વભર કોમ્પલેક્ષ , એમ.આર.એફ. શો રૂમની પાછળ , નંદેલાવ , ભરૂચ . કામગીરી કરનાર અધિકારી / કર્મચારીના નામ : પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ , વુ.પો.સ.ઇ બી.જી.યાદવ , અ.હે.કો પ્રજ્ઞેશભાઇ પ્રવિણભાઇ , અ.હે.કો જીતેદ્રભાઈ પ્રભાતભાઈ અ.પો.કો પંકજભાઇ રમણભાઇ , અ.પો.કો સરફરાજભાઇ મહેબુબભાઇ , અ.પો.કો કાનુભાઈ શામળાભાઇ , વુ.પો.કો રીનાબેન મોતીસિંહ , વુ.પો.કો નયનાબેન કાતિભાઇ , વુ , પો.કો કીંજલબેન ખુમાનભાઇ , વુ.પો.કો વિધીબેન હસમુખભાઇ , વુ.પો.કો.હેતલબેન આવેલ છે.
Recent Comments