fbpx
ગુજરાત

દાંતાની શાળાના આચાર્યે નોકરી આપવાનું કહી પૈસા પડાવ્યા

પાલનપુર સર્કિટહાઉસમાંથી સપ્તાહ અગાઉ રૂપિયા ૧૬ લાખની લાંચ લેતાં દાંતાની સરભવાનીસિંહ વિધાલયનો આચાર્ય પાલનપુર બેચરપુરા વિસ્તારમાં રહેતો શૈલેષચંદ્ર ચંદ્રવદન મહેતા અને સસ્પેન્ડેડ પટાવાળા નરેશ કચરાલાલ જાેષીને એ.સી.બીએ ઝડપી લીધા હતા. આ અંગે પીઆઇ નિલેષ ચૌધરીએ જણાવ્યું કે, આચાર્યના ઘરની તપાસ દરમિયાન બોગસ ભરતીફોર્મ મળ્યા હતા. જેમના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન બંનેનું બોગસ ભરતી કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ૩૦ થી ૪૦ યુવકોને ખોટાપત્રો આપી નોકરી આપવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે.

જે પૈકી છેતરપીંડીનો ભોગ બનેલા વડગામના ધોતા ગામના મંથન કુમાર પ્રવીણભાઈ જગાણીયાએ આચાર્ય અને સેવકે ૫ વ્યકિતઓ સાથે રૂપિયા ૧૭,૦૨,૦૦૦ની છેતરપિંડી કરી હોવાની પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના ધારૂસણના ભરતભાઇ ભાયરામભા જાેષીને સરભવાનીસિંહ વિદ્યાલયમાં કલાર્કની નોકરી આપવાની લાલચ આપી રૂપિયા ૭,૦૫,૦૦૦ જ્યારે રમેશભાઇ હરદેવભાઇ જાેષી પાસેથી રૂપિયા ૭,૧૦,૦૦૦ લીધા હતા. આચાર્યએ કયા વિભાગમાં નોકરી જાેઇએ છે તેમ કહ્યુ હતુ.

જેમાં મંથને વન અને સંશોધન વિભાગમાં કલાર્કની જ્યારે વસંતભાઇએ તેમના પુત્ર નિખીલ માટે જી. સી. ઇ. આર. ટી.માં જુનીયર કલાર્કની નોકરી માટે વાત કરી હતી. તેમજ પુત્રવધુની ટેટ- ૨ની પરીક્ષા પાસ કરાવવાનું કહ્યુ હતુ. જાેકે, નાણાં આપ્યા પછી માર્કસશીટ નકલી બનાવી હતી.તેમજ સરકારના નકલી પત્રો આપતાં પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાયું હતુ. વડગામ તાલુકાના ધોતાના મંથનકુમાર પ્રવિણભાઇ જગાણીયાના મોટાબાપાની દીકરી હેતલબેનના સસરા વડગામના રૂપાલના વસંતભાઇ દાનાભાઇ પરમાર વર્ષ ૨૦૧૭માં ભાભરના ઉજજનવાડામાં શિક્ષક તરીકે નોકરી કરતાં હતા. જેમના સંતાનોને આચાર્ય શૈલેષચંદ્રએ નોકરી અપાવવાની લાલચ આપી હતી.

જેમણે મંથન જગાણીયાને નોકરીની વાત કરતાં તેમના બનેવી નિખિલકુમાર મિત્રા અને વેવાઇ વસંતભાઇ ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે પાલનુર સર્કિટ હાઉસમાં મળ્યા હતા. જ્યાં આચાર્યની વાતોમાં આવી ડોકયુમેન્ટની નકલો આપી હતી. જ્યાં મંથને પ્રથમ રૂપિયા ૩૦,૦૦૦ ટોકન પેટે, તારીખ ૫ માર્ચ ૨૦૧૭ના રોજ રૂપિયા ૧,૨૦,૦૦૦ ચેકથી આચાર્યને આપ્યા હતા.વેવાઇ વસંતભાઇએ તેમના પુત્ર નિખિલ માટે રૂપિયા ૯૭,૦૦૦ રોકડા તેમજ તેમની દિકરાની પત્ની હેતલબેનની ટેટની પરીક્ષા પાસ કરાવવા રૂપિયા ૪૦,૦૦૦ ટોકન પેટે આપ્યા હતા.

લાંચિયો આયાર્ય અને પટાવાળો સર્કિટ હાઉસના પ્રથમ માળના રૂમમાં નોકરી વાંચ્છુ ઉમેદવારોને બોલાવતા હતા. અને સરકારી નોકરી બાબતે વાતચિત કરી સરકાર અમુક જગ્યાઓ ઉપર પરીક્ષા વગર ઇન્ટરવ્યું લઇ સીધી ભરતી કરી રહી છે. તેમાં મારા સબંધીની ઉંચી ઓળખાણ છે. એક માણસની નોકરીના રૂપિયા ૫ લાખ થશે તેમ કહી કેટલાક સર્ટી બતાવી તેમજ ભરતીની પ્રક્રિયા સમાજાવ યુવકોને ફસાવ્યા હતા.પાલનપુર સર્કિટ હાઉસમાંથી સપ્તાહ અગાઉ રૂપિયા ૧૬ લાખની લાંચ લેતા ઝડપાયેલા દાંતાની હાઇસ્કુલના આચાર્ય અને શિક્ષણ કચેરીના બરતરફ સેવકના નકલી ભરતી કૌભાંડનો પર્દાફાસ થયો છે.

જેમણે ૪૦ નોકરી વાંચ્છુ યુવકોને ભરતીના ખોટાપત્રો આપી લાખો રૂપિયા ખંખેરી લીધા હોવાનું બનાસકાંઠા એલસીબીની તપાસમાં બહાર આવ્યું છે. દરમિયાન છેતરપીંડીનો ભોગ બનેલા બનાસકાંઠા અને પાટણના પાંચ વ્યકિતઓએ બંને લાંચિયા સામે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Follow Me:

Related Posts